માની ના શકાય તેવી ઘટના ! ચાર વર્ષના બાળકને સાપે દંશ દેતા બાળકનુ મોત થવાને બદલે સાપ નુ જ….
એક ખૂબ જ જૂની કહેવત છે કે “જાકો રાખે સાંઇયા માર સકે ના કોઈ.” એટલે આ કહેવતમાં કહેવા માગે છે કે ભગવાન જેની રક્ષા કરે છે તેનો કોઇ વાળ પણ આમતેમ કરી શકતો નથી. તેઓ જ એક કિસ્સો બિહારના ગોપાલગંજ માં બન્યો હતો, અને આ કહેવતને સાચી ઠેરવી હતી. આ સમગ્ર ઘટનામાં બન્યું એવું હતું કે એક ઝેરી કોબ્રા સાપ એક ચાર વર્ષના નાના બાળકને કરડી ગયો હતો, ત્યારબાદ તે ઝેરી કોબ્રા પણ તડપી તડપીને ત્યાં જ મરી ગયો હતો, આ સમગ્ર ઘટના માત્ર 30 જ સેકન્ડની હતી. આ સમગ્ર ઘટના બની ત્યારે તે બાળકને ઝેરી કોબ્રા કરડી ગયો હતો છતાં પણ બાળક બિલકુલ સ્વસ્થ છે અને જે સાથે બાળકને કરડી લીધો હતો તે સાપ મૃત્યુ પામ્યો હતો આમ તેને જોવા માટે લોકો ટોળે ટોળા આવી ગયા હતા.
પોલીસને મળેલી માહિતી અનુસાર બિહારના બરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માધવપુર ગામના એક રહેવાસી રોહિત કુમાર નો માત્ર ચાર વર્ષનો પુત્ર અનુજ પોતાના મામાના ઘરે આવ્યો હતો અને એક દિવસ બુધવારે સાંજે અનુજ ઘરના દરવાજા આગળ જ બીજા બધા બાળકો સાથે રમવા ગયો હતો અને ત્યાં જ રમતા રમતા જ ખેતર માંથી એક કોબરા સાપ આવી ગયો હતો. અને અચાનક જ તેને ચાર વર્ષના અનુજના પગ માં ડંખ મારી દીધો હતો જ્યારે સાપ અનુજને કર્યો હતો ત્યારે બીજા આસપાસ રહેલા બાળકો ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યાં રહેલા લોકોએ તે ઝેરી સાપને જ્યારે જોયો ત્યારે તેઓ તે નાના બાળકને બચાવવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં લાકડી વડે તે સાપને તેમને માર્યો હતો.
આમ જ્યારે બાળકને તે કોબ્રા સાપ કરડી ગયો હતો અને લોકોએ તેને લાકડી વડે માર્યો તેથી તે મરી ગયો તેવું ગામના લોકોને લાગ્યું હતું. આમ તેના મોત બાદ જ અનુજ ત્યાં ફરીથી રમવા લાગ્યો હતો, પરિવારજનો ખૂબ જ ગભરાઈ ગયા હતા તેથી તેઓ તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઇ ગયા અને ત્યાં ઈમરજન્સી વોર્ડમાં તેને લઈ જવાથી ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી, પરંતુ ડોક્ટરે જણાવ્યું હતું કે બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેને કંઈજ થયું નથી.
જ્યારે કોબ્રા સાપને લોકોએ લાકડી વડે માર્યો હતો ત્યારે તેના પરિવારજનોએ તેને એક બોક્સમાં ભરી દીધો હતો, અને જે તે હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાળકની સાથે આ સાપને પણ હોસ્પિટલમાં એટલા માટે જ લઈ જવામાં આવ્યો હતો કે ડોક્ટર ઓળખી શકે અને તેના આધારે જ તેમના બાળકને યોગ્ય સારવાર પણ મળી શકે. આ પાંચ ફૂટનો લાંબો સાપ જોઈને હોસ્પિટલમાં રહેલા દરેક લોકો ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા, અને લોકો એ પણ વિચાર કરી રહ્યા છે કે આ નાના બાળકને કરડી જવાથી આ ઝેરી કોબ્રા નું મૃત્યુ કઈ રીતે થયું હશે તે ખૂબ જ રહસ્યમય બાબત છે.