Viral video

આ દિકરી નુ હિન્દી સાંભળી હસી હસી ગોટો વળી જશો ! ટમેટા ટુંડવામંડે હૈ

આપણે જાણીએ છે કે સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં સુરત શહેરની એક નાની એવી ક્યૂટ છોકરીનો વીડીઓ વાયરલ થઇ રહ્યો છે. આમ પણ કહેવાય છેને કે નાના છોકરાઓ ભગવાનું રૂપ ગણાય છે અને આમ પણ બાળપણ ખૂબ જ નિખાલસ અને નિર્દોષમય હોય છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, નાની એવી છોકરી વાડીમાં ટમેટા તોડી રહી છ, જ્યારે તે હિન્દીમાં બોલે છે, ત્યારે તેનું તોતડું હિન્દી સાંભળીને તમે હસવું નહિ રોકી શકો.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પૂછે છે કે હમ કહા પર આયે હૈ ? તો નાની બાળકી વળતો જવાબ આપે છે કે હમ ઘરકી વાડી મી આયે હૈ. પછી એ બોલે છે કે ટમેટા ટુંડવામંડે હૈ! આ જ બોલીના લીધે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ વિડીયો ખૂબ જ રમૂજી છે, બાળકી બોલે છે કે હમ સેવ ટમેટાં સાક બનાએગે ઔર સાથ મી દહી તીખારી ઓર રોટલા ખાએગે.

આ વીડિયો ખૂબ જ રમુજી છે અને આ વીડિયોના કેપ્શનમાં પણ લખ્યું છે કે વાડીની મોજ! આમ પણ વાડીની મોજ તો મોજ હોય એ મોજ તો અબજો કરોડના બંગલામાં પણ ન આવે અને વાડીમાં ઊગેલ શાકભાજી અને ત્યાં જ શાક રોટલા બનાવીને બપોરા કરવા એની વાત જ અલગ છે. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે અને આ વીડિયો તમે જોશો તો તમારું હસવું નહિ રોકી શકો. 3

આ વિડીયો જોઈને દરેક વ્યક્તિને પોતાના વાડીમાં કરેલ પ્રોગ્રામની યાદ આવી જશે. તમને જણાવી દઈએ કે આ બાળકીનું નામ હેજુ છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ રમુજી રીલ્સ બનાવે છે અને લાખો ફોલોવર્સ ધરાવે છે. આ બાળકીના દરેક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. આ વિડીયો હાલમાં લાખો લોકોએ જોયો છે અને દરેકએ બાળકીના હિન્દી ભાષાના વખાણ પણ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hezu (@hezalnuts)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!