Viral video

હૈયું કંપાવી દે એવો વીડિયો! JCB નાં ટાયરમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા બે યુવકોનું ઘટના સ્થળે મોત…

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે, જે.સી.બીના ટાયરમાં બે યુવાનો હવા પુરી રહ્યા છે અને આ જ દરમિયાન અચાનક થી ટાયર ફાટી જાય છે અને ટાયર ઉપર પાસે અને ઉપર બેઠેલા બંને યુવાનો હવામાં ઉછડી જાય છે અને બંને યુવાનોનું ઘટના સ્થળે જ નિધન થયું છે. આ ઘટનાં ક્યાં બની છે તેના વિશે વધુ માહિતી જાણીએ.

આજ રોજ ગુજરાતમાં પણ આવી જ ઘટના ઘટી હતી, જેમાં જે.સી.બીનું ટાયર રિપેર કરતી વખતે યુવાને પોતાનો જીવ ગુમાવ્યો.આ યુવાન નગરપાલિકા માં સફાઇ કામદાર હતો પરતું અચાનક થી અન્ય કામ સોંપતા યુવાન નું કામગીરી દરમીયાન જ નિધન થયું. આવી જ ઘટના રાયપુરની સામે આવી છે અને આ ઘટનાનો તો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જોઇને તમારા હોંશ ઉડી જશે કે કંઈ રીતે એક જ પળમાં બે યુવાનો નો જીવ ચાલ્યો ગયો. રાયપુરમાં હવા ભરતી ફેકટરીમાં બની દુર્ઘટના એક કર્મચારી જેસીબીનું ટાયર કાઢી હવા ભરી રહ્યો હતો ફેકટરીના CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઈ છે અને આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કંઈ રીતે હવાના દબાણ થી ટાયર ફાટયુ અને બંને યુવાનો એ જીવ ગુમાવેલ. આ અકસ્માતમાં ત્યાં હાજર બે કર્મચારીઓના મોત થયા હતા.

આ દુર્ઘટના 3 મેના રોજ બની હતી અને વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ફેક્ટરીમાં એક કર્મચારી જેસીબીનું ટાયર કાઢીને હવા ભરી રહ્યો હતો. આ દરમીયાન જ તે યુવક હવા ભરતી વખતે તે સતત ટાયર પર બેસીને હવા ચકાસવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારે અચાનક ટાયર ફાટ્યું. ટાયર પાસેના બંને કામદારો હવામાં ફંગોળાયા હતા. આ સાથે તેના શરીરના કેટલાક ટુકડા પણ આસપાસ વિખરાયેલા હતા. તો ટાયર કૂદીને દૂર પડ્યું હતું.

મીડિયા દ્વારા મળેલી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, મૃતકો મધ્યપ્રદેશના રીવાના રહેવાસી હતા. મૃતકોના નામ 32 વર્ષના રાજપાલ સિંહ અને 32 વર્ષના પ્રાંજન નામદેવ છે. આ ઘટના સિલ્તારા ચોકી વિસ્તારમાં બની હતી. ખરેખર આ ઘટના પરથી એ વાત જરૂર થી સ્વીકારવી જોઈએ કે, કોઈપણ જોખમ ભર્યા કામમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!