લાઉડસ્પીકરની ધમકી આપ્યા બાદ હવે ડોન સીરાના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવાયું
જ્યાર થી મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકરને લઈને વિવાદ શરૂ થયો છે, ત્યારબાદ તેના પડઘા ગુજરાતમાં પણ બોલાયા છે. હાલમાં જ આપણે મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, ગુજરાતનાં બોટાદમાં લાઉડ સ્પીકરનો વિવાદ સર્જાયો હતી અને જેમાં જાણવા મળ્યું હતું કે, શહેરમાં ધાર્મિક સ્થળો પરથી સ્પીકર ઉતારી લેવાના મુદ્દે ધમકી આપવામાં આવી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા સીરા ડોનેવિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્ર માળીને મારી નાંખવાની ધમકી આપી છે.
આ ઘટનાની જાણ થતાં જ આ વાત વાયુવેગે પ્રસરી હતી અને
5મેની બપોરે નાગલપર દરવાજા નજીક બોલાવી VHP શહેર પ્રમુખને ધંધુકા કિશન ભરવાડ જેવી ઘટના થશે તેવી સીરા ડોને ધમકી આપી હતી. આ વાતને ગંભીર રીતે લઈને તાત્કાલિક જ આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ બોટાદ પોલીસે કુખ્યાત સીરા ડોનની ધરપકડ કરી છે.
સુત્ર દ્વારા જાણવા મળ્યું છે, કુખ્યાત ડોન દ્વારા અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવુતિઓ કરવામાં આવી રહી છે અને પોલીસના જણાવ્યા સીરા ડોન વિરુદ્ધ ભૂતકાળમાં અનેક ગુના નોંધાયેલા છે. ત્યારે આજ રોજ પોલીસ દ્વારા કુખ્યાત સીરા ડોન સામે બુલડોઝર કાર્યવાહી, ગેરકાયદે બાંધકામ તોડાયા હતા અને આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યા છે.
આ અંગે વધુ માહિતી જાણીએ તો બોટાદના કુખ્યાત ડોન સીરાના ગેરકાયદે બાંધકામમાં બુલડોઝર ફેરવવામા આવ્યું છે. નગરપાલિકાની ટીમે મામલતદાર, DySP, PI. PSI અને LCBની ટીમને સાથે રાખી બુલ્ડોઝર ફેરવવાની કાર્યવાહી કરી છે. ડોન સીરાએ પઠાણ વાડી વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરી તબેલો ફાર્મ અને બાંધકામ કર્યું હતું. જેની માહિતી મળ્યા બાદ તંત્રએ કાર્યવાહી કરી છે.