મોર સાથે કળા કરતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી નો વિડીઓ વાયરલ! વિડીઓ જોઈ….જુઓ વિડીઓ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતના મહેમાન બન્યાં છે. સુરતમાં યોજાયેલ દિવ્ય દરબાર સૌથી આકર્ષકનું કેન્દ્ર રહ્યું હતું. સુરતના ઉદ્યોગપતિ લાલજી બાદશાહના ગોપિન ફાર્મ હાઉસમાં રોકાયેલ છે. આ ફાર્મ હાઉસ ફાઈવ સ્ટાર હોટેલ કરતા પણ આલીશાન છે. ખરેખર આ ફાર્મ હાઉસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ છે. સુરત શહેરમાં આવું આલીશાન ફાર્મ હાઉસ ક્યાંય નહીં જોવા મળે.
આ ગોપીન ફાર્મ હાઉસમાં કુદરતી સૌંદર્ય પણ અતૂટ અને અકલ્પનિય છે. આ ફાર્મ હાઉસમાં મોર પણ છે. આ મોર સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક મન મોહક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી મોર સાથે કળા કરી રહ્યાં છે. જે રીતે મોર સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે બાબા પણ તેની સાથો સાથ તેની નકલ કરે છે.
પક્ષીઓ પ્રત્યેનો બાબાનો આ પ્રેમ જોઈને સૌ કોઈ ભક્તો મોહિત થઈ ગયા છે. આ વીડિયો જોઇને સૌ કોઈ પોતાના પ્રતિભાવો જણાવ્યાં છે. ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે શાસ્ત્રીજી આટલાં જ્ઞાની અને દિવ્ય હોવા છતાં પણ તેઓ દરેક જીવ પ્રત્યે સમાન ભાવ અને લાગણી રાખે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીજી ખૂબ જ નાની વયે લાખો ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે અને સૌ કોઈ ભાવિ ભક્તો તેમને શિરોમાન્ય માને છે. ગુજરાતના મહાનગરોમાં યોજાયેલ દિવ્ય દરબારમાં લાખો લોકોએ હાજરી આપી છે. પહેલીવાર ગુજરાતમાં આવ્યા હોવા છતાં તેમના લાખો ભક્તો છે અને સનાતન ધર્મ માટે જ તેઓ કાર્ય કરી રહ્યા છે અને આ જ કારણે તેઓ સૌના પ્રિય છે. શાસ્ત્રીજીનો વિડીયો જોઈને તમે પણ તેમની દિવ્યતામાં લીન થઈ જશો.