જાહેરમા યુવતી આ રોડ પર એવા સ્ટંટ કર્યા કે વિડીઓ વાયરલ થય ગયો ! જુવો વિડીઓ
સોશિયલ મીડિયામાં અવારનવાર વિડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થયો જેમાં જાહેરમા યુવતી રોડ પર એવા સ્ટંટ કર્યા કે તમે પણ ચોંકી જશો.ખરેખર આ સ્ટંટ જોઈને તમને પણ આશ્ચયજનક લાગશે. આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, ક્યારેક આવા સ્ટંટ જાન લેવા સાબિત કારક બની શકે છે. ખરેખર જ્યારે તમે આ ઘટના વિશે સાંભળશો તો તમારા રુવાળા ઉભા થઈ જશે તેમજ વિચારશો કે એક છોકરી થઈને આવું કરી શકે!
હાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાઈ હીલ્સમાં બેક ફ્લિપ મારતી એક યુવતીએ સૌ કોઈને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, આવું તમેં ભાગ્યે જ જોયું હશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાઈ હીલ્સ (પહેરીને ચાલવામાં પણ મુશ્કેલી થઈ શકે છે, ત્યારે આ યુવતી અદ્ભુત બેક ફ્લિપ મારતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ યુવતી જિમ્નાસ્ટ પારુલ અરોરા છે અને બેક ફ્લિપ કરતી વખતે તેણે જે રીતે સ્મૂધ લેન્ડિંગ કર્યું છે તે આશ્ચર્યજનક છે. તમે જોઈ શકો છો કે તેની હીલ્સ કેટલી લાંબી છે.
હીલ્સ પર ચાલવુ અધરૂ છે,તે હીલ્સ પર આ યુવતી સ્ટંટ કરી રહી છે. આ વીડિયોએ હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.
ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં parul_cutearora નામાન ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 39 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. પારુલ અરોરાના આ કારનામાને જોઈને મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ યુવતી વિશે જાણવા મળ્યું છે કે તે, પારુલ અરોરા હરિયાણાના અંબાલાની છે. તે રાષ્ટ્રીય સ્તરની જિમ્નાસ્ટ પણ રહી ચૂકી છે. હવે તે માત્ર વીડિયો બનાવવા અને મહિલાઓને પ્રેરણા આપવા માટે જ જિમ્નેસ્ટિક્સ કરે છે. તેની મોટી બહેન પણ જિમ્નેસ્ટિક્સ કોચ છે.ખરેખર આ જોઈને તો ખબર પડી જાય જે આવું કરતબ કરવું એ કોઈ સામાન્ય લોકોનું કામ નથી. હાલમાં તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram