દક્ષિણપૂર્વ બંગાળ પર આસાની બાદ વધુ એક તોફાન કરીમનાં ખતરાથી ક્યાં દરિયા વિસ્તાર ને અસર થશે જાણો.
તાઉતે વાવાઝોડાની તબાહીને હજુ સુધી કોઈપણ લોકો નહીં નથી ભૂલી શક્યા હોય, ત્યારે ફરી એકે વખત વાવાઝોડાનું સંકટ ઘેરાયેલું છે. હાલાં જ હવામાન વિભાગ દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ક્ષિણપૂર્વ બંગાળ પર ‘અસાની’ બાદ વધુ એક તોફાન ‘કરીમ’ નો ખતરો મંડરાય શકે છે, ચાલો ત્યારે આ આગાહી અંગે વધુ માહિતી જાણીએ કે, વાવાઝોડાની અસર ગુજરાત પર પડશે કે નહીં.દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાંથી ઉછળેલા ચક્રવાતી તોફાન અસાની’ની અસરને કારણે વધુ નુકસાન થઇ શકે છે.
અસાની ચક્રવાત આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને તમિલનાડુમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, હિંદ મહાસાગરના દક્ષિણ ભાગમાં વધુ એક ચક્રવાત સર્જાઇ રહ્યું છ હિંદ મહાસાગરમાં ‘અસાની’ સાથે વધુ એક ચક્રવાત ઝડપથી આકાર લઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાના દેશ સેશેલ્સે તેને ‘કરીમમ આપ્યું છે. તે હાલમાં 112 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે, જે પાછળથી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
આસાની ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવન હવામાન વિભાગે ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તે આજે 10મી મે, આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓ આગાહી કરે છે કે તે ઉત્તર-પૂર્વ તરફ વળશે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાત છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.
હવામાનશાસ્ત્રીઓના મતે વિષુવવૃત્તની ઉત્તર અને દક્ષિણની વિરુદ્ધ દિશામાં આગળ વધતા જોડિયા ચક્રવાત નવા નથી. 2019માં બંગાળની ખાડીમાંથી ઉછળેલા ચક્રવાત ‘ફાની’એ તબાહી મચાવી હતી. તે જ સમયે, ચક્રવાત લોર્ના હિંદ મહાસાગરના દક્ષિણ ભાગમાં આકાર લે છે. ફાનીની ટોપ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક હતી, જ્યારે લોર્ના 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી.બંનેની દિશાઓ અલગ છે. આ સેટેલાઇટ ફોટામાં જોઈ શકાય છે. એવું નથી કે માત્ર હિંદ મહાસાગરમાં જ બે ચક્રવાત એક સાથે થાય છે.
Tropical cyclone twins — #Asani in the Northern Hemisphere spinning counterclockwise and #Karim in the SH spinning clockwise pic.twitter.com/qzRAen0wKm
— Stu Ostro (@StuOstro) May 9, 2022