રાજકોટ : વિધાતાના આ કેવા લેખ ? લગ્ન થયાને એક દિવસ પણ ન થયો ત્યાં જ વરરાજાનું મૃત્યુ, લગ્નની ખુશીઓ પર માતમ છવાયું….
હાલ ગુજરાત રાજ્યમાં ચારેકોર લગ્નનો માહોલ ચાલી રહ્યો છે એવામાં ઠેર ઠેર તમે જોતા જ હશો કે લગ્નની શેનાઈઓ તથા ડીજે-ઢોલ વાગી રહ્યા છે, એવામાં હાલ આ લગ્નના ઉત્સવો સાથે અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે. હત્યા-આત્મહત્યા તથા અનેક એવા અકસ્માતોની ઘટનાઓ હાલ સામે આવી રહી છે.
હાલ એક આવી જ ખુબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટના હાળ સામે આવી છે જેના વિષે જાણ્યા બાદ તમારી પણ આંખમાંથી આંસુ જ સરી પડશે. મિત્રો કહેવાય છે ને કે વિધાતાએ જેટલી ઉંમરના લેખ લખ્યા હોય છે તેટલું જ આપણું જીવન હોય છે, પછી મૃત્યુનો દિવસ કોઈપણ હોઈ શકે છે એ દિવસ જન્મદિવસ હોય શકે છે કે લગ્નનો દિવસ. રાજકોટ શહેરમાં આવી જ ઘટના હાલ સામે આવી છે જેમાં લગ્નના થોડાક સમય બાદ જ વરરાજાનું મૃત્યુ થયું હતું.
રાજકોટ શહેરના એસઆરપી કેમ્પની આ ઘટના છે જ્યા નજીકમાં આવેલ આસ્થા રેસીડેન્સીમાં રહેતા રવિરાજસિંહનું 27 ફેબ્રુઆરીના રોજ ફુલેકુ નીકળ્યું હતું જે બાદ તેઓએ લગ્નના તાંતણે બંધાયા હતા. લગ્ન કર્યા બાદ રવિરાજ સિંહ દુલ્હન સાથે ઘરે આવ્યા હતા જે બાદ મિત્રો તથા પરિવારજનોએ બહાર નાસ્તો કરવા જવાનું કહ્યું હતું જેના પર રવિરાજે ના પાડી દીધી હતી.
તેમ છતાં મિત્રોએ ખુબ તાણ કરી કરીને નાસ્તો કરવા માટે લઇ ગયા હતા જે બાદ તેઓ વાલાસણથી કાર લઈને જતા હતા ત્યારે કાર વચ્ચે પશુ આવી જતા કાર પલ્ટી મારી ગઈ હતી જેમાં રવિરાજસિંહનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જયારે કારમાં બેસેલા બીજા કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ નહોતું થયું, આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.