ગુજરાત ના આ નાના એવા ગામ ના છે વિજય સુવાળા ! જુવો પત્ની સાથે ની ખાસ તસ્વીરો અને હાલ…
ગુજરાતમાં અનેક એવા કલાકારો છે, જેમણે જીવનમાં સંઘર્ષ કરીને સફળતા મેળવી છે. શૂન્યમાંથી સર્જન કર્યું છે. આજે અમે આપને એક એવા કલાકાર વિશે વાત કરીશું જેમને જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે. આપણે વાત કરી રહ્યા છીએ વિજય સુવાળાની જેઓ આજે રાજકીય પાર્ટી ભાજપમાં જ હાલમાં જોડાયા છે, ત્યારે આજે અમે આપને તેમના જીવનની સૌથી યાદગાર પળ વિશે જણાવીશુ.
ગુજરાતમાં એવા ઘણા કલાકારો છે, જેઓ પોતાના જીવન સાથી સાથે સુખી સંસાર જીવી રહ્યા છે, આજે અમે આપના માટે વિજય સુંવાળાની આ યાદગાર તસ્વીરો લઈને આવ્યા છે. ભાગ્યે જ તમે વિજયને તેમની ધર્મપત્ની સાથે જોયા હશે. તેમના પત્ની સોશિયલ મીડિયાની લાઈફ થિ દૂર રહે છે. ભાગ્યે જ તેઓ લાઇમલાઈટ ની દુનિયામાં દેખાય છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેમના લગ્ન થઈ ગયા. આજે અમે તેમના પત્ની સાથેની યાદગાર તસવીરો લઈને આવ્યા છીએ, તેમજ આપણે વિજય ભાઈના જીવન વિશે જાણીએ.
વિજય સુંવાળા હાલ અમદાવાદ માં રહે છે અને નો જન્મ પણ અમદાવાદ માં જ થયો હતો.અને એમનું ગામ મહેસાણાના તાલુકાનું કડી જિલ્લાનું સુંવાળા. તેને એમના ગામ પરથી જ એમને પોતાની અટક રાખી દીધી હતી.ત્યારબાદ વાત કરીએ તેમના પ્રોફેશનની તો વિજય સુંવાળા છેલ્લા 4 વર્ષથી આ પ્રોફેશનમાં છે અને તેમને ઘણા કલાકારો સાથે પણ પોતાના પ્રોગ્રામો કર્યા છે તમને જણાવી દઈએ કે વિજય સુંવાળાની એક ખાસ વાત પણ છે કે તેમણે ગીતો ગાવા માટે કોઈ કલાસ કે કોઈ તાલીમ લીધી ન હતી. તેમણે મનિરાજ બારોટ,જીગ્નેશ કવિરાજ વગેરે કલાકારોના ગીતો સાંભળીને પ્રેક્ટિસ ચાલુ કરી હતી.
આજે જીગર જાન બની ગયા છે તેમજ વિજય સુંવાળાને રેગડી ખૂબ જ પ્રિય છે અને તેઓ નાનપણથી જ રેગડી પણ ગાય છે અને રેગળીની કળા તેમણે તેમને દાદા અને તેમના પિતાજી પાસેથી શીખ્યા હતા.તેમજ સૌથી મોટી વાત એ છે કે વિજય સુંવાળા એ વિહત માતાજીના ભુવા છે
અને વિજય સુંવાળા વિહત માતાને ખૂબ જ માને છે અને વિહત માતા પર પણ તેમણે ઘણા સોંગ ગાયા છે તેમજ વિજય સુંવાળા ગરબા,ગુજરાતી સોંગ,લોકગીતો અને હાલમાં તેમણે હિન્દી ગીતો ગાવાનું પણ ચાલુ કર્યું છે અને જેમાં પણ તેમના મિત્રોએ તેમને ઘણો સપોર્ટ કર્યો છે તેમજ અંગત જીવનની આગળ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને તેઓ પરણીત છે.
વિજય સુંવાળાના પરિવારમાં તેમના મમ્મી,પપ્પા અને ત્રણ ભાઈ છે અને વિજય સુંવાળા આજે પણ તેમના પરિવાર સાથે હળી મળીને રહે છે તેમજ વિજય સુંવાળાના પપ્પા હાલમાં બિલ્ડર અને લોબીનું કામ કરે છે તેમજ વિજય સુંવાળાને ધાર્મિક સ્થળો પર ફરવાનું વધારે પસંદ છે અને અમુક સમય તે આવી રીતે ફરવા માટે જ કાઢે છે તેમજ તેઓ દ્વારકા,જૂનાગઢ જેવા મુખ્ય દ્વાર પર તે વધારે ફરવા માટે જાય છે.