ગુજરત નુ ડોલરીયુ ગાણ જેની સંમૃધી ની વાતો ગામે ગામે ગામ થાય ! ગામ ની સુવિધાઓ જાણશો તો…
ગુજરાતની ધરામાં અનેક એવા ગામ આવેલા છે, જે પોતાની આગવી વિશેષતાઓ લીધે ઓળખાય છે. આજે આપણે એક એવા ગામ વિશે વાત કરીશું જ્યાં તમામ પ્રકારની સૂખ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગામમાં પ્રવેશતાની સાથે જ તમને અહેસાસ થશે કે, જાણે તમે કોઈ સ્માર્ટ સીટીમાં આવી ગયા. આ ગામ તમને એક ઐતિહાસિક શહેરનો પણ અનુભવ કરાવશે.
આજના સમયમાં લોકો ગામડું છોડીને શહેરમાં વસવાની વાત કરતા હોય છે, ત્યારે એવા તમામ લોકો માટે આ એક એવું ઉદાહરણ છે કે આજના સમયમાં ગામડાઓ પણ શહેરો કરતા વધુ સુંદર અને સુવિધાયુક્ત હોય શકે છે. ગુજરાતનાં મહેસાણા આવેલું આખજ ગામ પ્રકૃતિની સુંદરતા થી ઘેરાયેલ છે. તેમજ ચારેય બાજુ હરિયાળી બાગ બગીચા,મોટી શાળાઓ ,મંદિરો, હિલોરા લેતું તળાવ ૧૩ મી સદીમાં બંધાયેલું વિશાળ શક્તિકુંડ જોવા મળે.
આ ગામ જેટલું સ્વચ્છ અને સુવિધાયુક્ત છે એટલું જ આ ગામ સમૃદ્ધ અને સુખી છે. અહીંયા આ ગામની એક ખાસ વિશેષતા એ છે કે, જોઈ કોઈના ઘરે લગ્નનો પ્રસંગ હોય તો ખૂબ જ નજીવા ખર્ચે તમામ વિધિઓ પૂર્ણ થઇ જાય છે અને ભોજન પણ સરળતાથી મળી રહે છે. તેમજ આ ગામમાં રોજગારીની ઉત્તમ તકો છે.
સૌથી મહત્વની વાત એ કે, આ ઉનાળા વેકશનમાં એકવાર તો આ ગામની મુલાકાત અચૂક લેજો કારણ કે આ ગામ ફરવાલાયક જગ્યા પણ છે. આ ગામની સુવિધાઓની વાત કરીએ તો લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વિશેષ ટાંકી બનાવવામાં આવી છે. આ ગામમાં અતિ ભવ્ય શાળા પણ આવેલી છે. તેમજ ગામનો પુરુષોત્તમ દરવાજો એટલો જ મનોહર છે.
સૌથી મહત્વની વાત આ ગામની ખાસ જગ્યા જેના વિનાં ગુજરાત દર્શન પણ તમારા અધૂરા છે. આ ગામમાંઐતિહાસિક શક્તિ કુંડ આવેલ છે, જેના દર્શન માત્રથી દિવ્યતા અનુભવાઈ છે. તેમજ ગામમાં આવેલ વેરાઈ માતાની મંદિર ગ્રામજનોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે ત્યાં દૂર દૂર થી લોકો દર્શન કરવા માટે આવે છે અને સ્વામિનારાયણ નું મંદિર આધ્યાત્મિક આબોહવા નું પ્રતીક છે.