અનોખુ બેસણું! ગામના લોકોએ કૂતરાનું બેસણું યોજ્યું,સાથે શ્રી કૃષ્ણની…
આપણે જાણીએ છે કે, આપણી આસપાસ ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય છે, કે ક્યારેય સપનામાં પણ ન વિચાર્યું હોય. કહેવાય છે કે, જીવ દયા દરેક વ્યક્તિમાં હોય છે, ત્યારે એક એવી ઘટનામાં બની કે, કે દરેકલોકોના હૈયાને સ્પર્શી ગઈ.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કડીના કરણનગર ગામમાં ભુરીયા બ્રહ્મચારી નામનો એક શ્વાન છેલ્લા સાત વર્ષથી લોકોની સાથે રહેતો હતો.
આપણે જાણીને કે, સોસાયટી કૂતરાઓ હોય છે જે પાલતું હોય અને વ્હાલ કરતા હોય અને વફાદારી પણ એટલી જ હોય.આ શ્વાન ગામના લોકોનો ખૂબ જ પ્રિય હતો. ભુરીયા નામના શ્વાનનું કુદરતી મોત થતા ગામના લોકોએ સાથે મળીને ભુરીયાની અંતિમ વિધિ કરી હતી અને રવિવારના રોજ ગામમાં ભુરીયા નામના શ્વાનના મોતને લઈ એક બેસણાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
સૌથી મહત્વની વાત એ છે કે બેસણા ભગવાન શ્રી કૃષ્ણની તસ્વીર પણ રાખવામાં આવી હતી. ગામના લોકોએ બેસણામાં ભુરીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો ગામની ધૂન મંડળની મહિલાઓએ રામધુન બોલાવીને શ્વાનને શ્રદ્ધાંજલિ આપી હતી.ભુરીયા નામનો આ શ્વાન ગામના લોકોનો પ્રિય એટલા માટે હતો કે, તેને ક્યારેય પણ ગામના વ્યક્તિની સામે કોઈને હેરાન કર્યા નથી. 15 માર્ચના રોજ ભુરા નામના શ્વાનનું કુદરતી રીતે મોત થયું હતું.
આ બાબતે કરનગર ગામમાં રહેતા અલકા પટેલ જણાવ્યું હતું કે, ભુરીયા બ્રહ્મચારી નામના શ્વાનનું બેસણું યોજવામાં આવ્યું છે અને ગામના લોકો દ્વારા શ્વાનની તમામ વિધિ કરવામાં આવશે. બેસણા બાદ બારમાની વિધિ પણ કરવામાં આવશે. ભુરીયા નામના શ્વાનના બેસણામાં ગામના લોકો ઉમટયા હતા. ગામના લોકોએ શ્વાનનું બેસણું યોજયું હોવાની વાત આજુબાજુના ગામમાં લોકોને જાણવા મળતા આસપાસના ગામના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે. ત્યારે આ ઘટના દરેક લોકો માટે પ્રેરણાદાયી છે.