ગામડાની દિકરીએ અનેક મુશ્કેલીઓ વેઠી પણ હાર ના માની અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બની
આજના સમયમાં દરેક દીકરીઓ પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કરી રહી છે, ત્યારે આજે આપણે એક એવી જ દીકરી વિશે વાત કરવાની છે, જેને અથાગ પરિશ્રમ થકી જીવનમાં જે સફળતા મેળવી છે તે ભાગ્યે જ કોઈ મેળવી શકશે. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, આજના સમયમાં દીકરીઓ જે રીતે દરેક પદ પર પોહચી રહી છે, એ જોતાં તો લાગે છે કે, સમાજમાં દીકરીઓ આગવું સ્થાન ધરાવે છે.ગામડાની દિકરીએ અનેક મુશ્કેલીઓ વેઠી પણ હાર ના માની અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બની.
ચાલો અમે આપને આ પ્રેરણાદાયી ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ. ખરેખર આ ઘટના ખૂબ જ ઉમદા છેઉત્તર પ્રદેશના બુલંદશહેરના સિરોધન ગામમાં ઉછેરેલી છોકરી મીનુ પ્રજાપતિએ ખૂબ જ દયનિય પરિસ્થિતિમાંથી પસાર થઈને સબ ઇન્સ્પેકટર બની છે. જ્યારે તેમના સંઘર્ષ વિશે સાંભળશો ત્યારે તમને પણ આશ્ચય થશે. તે એવા પરિવારમાં ઉછરી જ્યાં મજૂરી પછી પણ ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. બીજાના ખેતરમાં કામ કરવા જતી આથી રોજ સ્કૂલે જઈ શકતી નહોતી. ઘરના નામે માત્ર ઈંટ ગોઠવેલી હતી.
પિતા કેવા હોય તે અમને ખબર જ નહોતી. માતા સાથે મજૂરી કરીને પેટ ભર્યું.પપ્પા જીવતા હતા ત્યારે મોટી બહેને લગ્ન કરી લીધા. બીજી બહેનના પણ લગ્ન થઈ ગયા એ પછી મમ્મી પર દેવું વધી ગયું. આ ઉતારવા માટે માત્ર ખેતરમાં મજૂરી પૂરતી નહોતી.બીજી એક બહેન સાથે નોઈડા આવી. અહીં એક કંપનીમાં કામ કર્યું. આ દરમિયાન સ્કૂલમાં એડમિશન લીધું, પરંતુ નોઈડાથી રોજ બુલંદશહેર આવવું મુશ્કેલ હતું. તેમ છતાં BA પાસ કર્યું. સ્પોર્ટ્સમાં હોંશિયાર હતી આથી ઘણી વાત ઇનામ જીતી. માતા પરથી દેવું ઉતારવા માટે સ્ટડી સાથે નોકરી કરી.
વર્ષ 2015માં દિલ્હીમાં BSFનું ટ્રાયલ આપવા ગઈ હતી. ત્યાંથી મને નોકરીની વધારે આશા હતી પણ ત્યારે સિલેક્શન ના થયું. હું ભાંગી પડી અને વર્ષ 2019માં લગ્ન થઈ ગયા. આ જ વર્ષે મેં જિંદગીની બેસ્ટ 5000 મીટરની દોડમાં સામેલ થઈ. ત્યારે મારી ઉંમર 24 વર્ષ હતી અને હું માતાને કહેતી કે હજુ લગ્નની ઉંમર નથી થઈ. 2019,2020 અને 2021 આ ત્રણેય વર્ષમાં મેં એક પણ મેડલ જીત્યા નથી છતાંય પણ તેને આપમેળે પોતાના આત્મવિશ્વાસ થકી તેને પોતાનું સપનું પૂરું કર્યું.