લગ્ન ના થોડા દિવસો મા જ વિધવા થયેલ વહુ માટે પરીવારે એવો નિર્ણય લીધો કે વધુનુ જીવન ખુશીઓથી ભરાઈ ગયું
આપણે ઘણી જગ્યાએ જોયું હશે અને સાંભળ્યું હશે કે પુનઃવિવાહ ને અશુભ અને પોતાની શાન વિરુદ્ધ ગણવામાં આવે છે, ઘણા સમાજના લોકો પુનઃ વિવાહ કરવામાં રાજી હોતા નથી, પરંતુ વાત કરીએ તો આ રીત ને ભારતીય ક્ષત્રીય મહાસભા ની બાંદા ની શાખા એ એક નવી રાહ દેખાડી છે, અને તેમાં પણ આ સભા માં મોટી ભૂમિકા દર્શાવતા ક્ષત્રીય સમાજ ના એક દીકરા અને દીકરી એ કે જે ભાભી અને દેવર ના સબંધે હતો, તેણે તમામ કૃતિઓનો દરકાર કરી બંને એ એકબીજાને પતિ-પત્ની ના રૂપમાં સ્વીકાર્યા હતા. અને લગ્ન કર્યા હતા.
આ લગ્ન ની વાત કરીએ તો એક સ્ત્રી નામે વંદના સિંહ કે જે પોતાના પતિ સાથે લગ્નબાદ થોડો સમય રહ્યા બાદ તેના પતિનું અવસાન થયું હતું ને તેઓ વિધવા થઇ ગયા હતા, ત્યારબાદ તે ખુબજ એકલા પડી ગયા હતા, પરંતુ વંદના ને તેના સસુરાલ તરફથી ખુબજ પ્યાર અને સહકાર મળતો હતો, અને તેને તેના માયકા ની જેમ જ તેના સસુરાલ માં સાચવતા હતા, વંદના ને ત્યારબાદ થોડા સમય પછી તેણે તેના દેવર નામે શુભમ સાથે લગ્ન કર્યા હતા.
આ લગ્ન ની વાત કરીએ તો આ લગ્ન હોલ માં લગ્ન ના ફેર થયા ત્યારબાદ ખુબજ તાળીઓ ના ગડગડાટ ની સાથે આ નવદંપતી ને લોકો બધાઈ આપતા હતા, અને આશીર્વાદ આપતા હતા, અને શુભમ એ તમામ માન સન્માન સાથે પોતાની ભાભી ને વરમાળા પહેરાવી ને રીતીરીવાઝ મુજબ પોતાની પત્નીના રૂપમાં સ્વીકારી લીધા હતા, આ દ્ર્શ્ય જોઈ વંદના ના આંખમાં હર્ષ ના આનું આવી ગયા હતા, અને તે ખુબ ખુશ થઇ ગઈ હતી. આ લગ્ન થી ક્ષત્રીય સમાજમાં એક નવી શરૂઆત થઇ ગઈ છે. તેવું લાગી રહ્યું હતું, આ લગ્નમાં બંને પક્ષકારો ના ખુબજ ખાનદાની અને વ્યવહારિક લોકો હાજર હતા. તેમણે નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા.
આ લગ્ન કર્યા બાદ વંદના નો નાની ઉંમરમાં વિધવા થઇ જનાર મહિલા પ્રત્યે એક સંદેશ હતો કે, તેવી મહિલાઓ ને હિંમત અને હોસ્લો રાખવો જોઈએ અને પરિવાર ની મદદ થી પોતાના નવા જીવનની શરૂઆત કરવી જોઈએ. અને વધુમાં શુભમ નું પણ એવું કહેવું છે કે, કોઈ મહિલા વિધવા થઇ ગયા બાદ આખું જીવન એકલું રહેવું ખુબજ મુશ્કેલ પડે છે. તેથી આપણા સમાજના લોકોને આવી મહિલાઓ ની મદદ અવશ્ય કરવી જોઈએ.