Health

ઉપવાસ કરવાથી શરીર મા આ પ્રકાર ના મોટા ફેરફારો થાય છે..

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે! સાથો સાથ ચાતૃમાર્સ પણ એટલે કે, છેલ્લા ચાર મહિના ભગવાનની ભક્તિ કરાવનાનાં હોય છે, જેમાં અનેકવાર તહેવારો આવે છે. ત્યારે આ દરમિયાન આપણે સૌ કોઈ ઉપવાસ અથવા ફરાળ કરતા હોઈએ છીએ. આજે અમે આપને જણાવીશું કે, આખરે ઉપવાસ કરવાથી શું ફાયદાઓ થાય છે. એક રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ આપણા ધર્મમાં ઉપવાસ અને વ્રત નું અનેરું મહત્વ છે. આ ચોમાસા દરમિયાન વ્રત ઉપવાસ વધુ આવે છે.

આપણે સૌ કોઈ વ્રત દરમિયાન ફળો અને કંદમૂળ ખાઈને ઉપવાસ કરતા હોય છે. વૈજ્ઞાનિક કારણ મુજબ ઉપવાસ કરવાથી શરીર અને મગજને ઘણા ફાયદા કરે છે. તો ચાલો તમને બતાવીએ ઉપવાસ કરવાથી કઈ કઈ બીમારીઓ દૂર રહે છે અને તેનાથી શું ફાયદા થાય છે. ખરેખર આજના સમયમાં વ્રત ઉપવાસ રાખવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે.

આપણા શરીરમાં ઘણાં ઝેરી તત્ત્વો રહેલાં હોય છે. ફાસ્ટ ફૂડ અને અનહાઇજેનિક ખોરાક ખાવાથી શરીરના પોષકતત્ત્વો નાશ પામે છે. આવા સમયે જો તમે એઠવાડિયામાં એકવાર ઉપવાસ કરો છો. તો શરીરમાં રહેલો બધો કચરો નીકળી જાય છે. ખાસ કરીને જે લોકો મેદવિસ્તા થી પીડાતા હોય તેમના માટે વજન ઘટાડવામાં ઉપયોગી નીવડે છે.

જાડાપણાના કારણે હૃદયની બીમારીઓઅને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. ઉપવાસ કરતા મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને શરીરમાં રહેલી અને વધારાની ચરબી પણ ઓછી થઈ જાય છે. જેના કારણ જાડાપણું ઓછું થાય છે. હોર્મોન્સમાં સુધારો થાય છે.રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે

એક દિવસ માટે ઉપવાસ કરીને પેટની બધી સમસ્યાઓમાં રાહત મેળવી શકો છો. ગેસ સંબંધી સમસ્યા જેવી કે, પેટમાં મરડો, ઊલટી, કબજિયાત, ઝાડા, પેશાબમાં બળતરા, એસિડિટી જેવી બીમારીઓથી રાહત મળે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપવાસ દરમિયાન તળેલી વસ્તુઓ ઓછી ખાવી. ઉપવાસ દરમિયાન હળવો અને પૌષ્ટિક આહાર જ ખાવો જોઈએ. ખરેખર ધાર્મિક રીતે તો આપણને સૌને ફળ મળે છે, પરતું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!