લ્યો બોલો ! ઘરકામ કરતા 65 વર્ષ ની વૃધ્ધ મહિલાને અઢી લાખ લાઇટબીલ આવ્યુ….
મધ્ય પ્રદેશ થી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જાણી ને તમારા પગ નીચે થી જમીન ખસી જશે સામાન્ય રીતે લાઇટબીલ ઉપયોગ મુજબ આવતુ હોય છે પરંતુ મધ્ય પ્રદેશ મા એક ઘરકામ કરતી વૃધ્ધ મહિલા ને લાઈટ નુ બીલ અઢી લાખ રુપીયા આવ્યુ હતુ.
મધ્ય પ્રદેશ ના એક અહેવાલ મુજબ 65 વર્ષીય રામબાઈ પ્રજાપતિ જે લોકો ના ઘરે ઘરે જઈ ને લોકો નુ ઘરકામ કરી જીવન ગુજારી રહ્યા છે. તેને સામાન્ય રીતે લાઈટ બિલ 300 કે 500 વચ્ચે આવતુ હોય છે પરંતુ આ વખતે તેને લાઈટ નુ બીલ અઢી લાખ આવતા તેવો મુંઝાઈ ગયા હતા કે તેવો હવે શુ કરશે ? રામભાઈ ના ઘર ની વાત કરીએ તો તેના ઘરે નાનકડી ઓરડીમાં બલ્બ અને ટેબલ ફેન જ છે.
રામભાઈ આ બાબત ની ફરિયાદ કરવા અને બીલ સુધારવા ઇલેક્ટ્રિસિટી ડીપાર્ટમેન્ટમાં 7 દિવસ થી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેની વાત સાંભળવા વાળુ કોઈ નથી રામબાઈ એ પોતાનુ દુખ સંભળાવતા કહ્યુ કે “હુ ઘરકામ કરીને ગુજરાન ચલાવું છું. મારા ઘરમાં એક બલ્બ અને ટેબલ ફેન જ છે, તેમ છતાં 2.5 લાખ રૂપિયાનું બિલ આવ્યું. હું ઘણા દિવસથી ડીપાર્ટમેન્ટમાં જઉં છું પણ કોઈ મારી વાત સાંભળતું નથી.” આપને જણાવી દઈએ કે આ પહેલા પણ આવી ઘટનાઓ બનેલી છે અના ત્યાર બાદ બીલ મા સુધારો કરતા હોય છે.