હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે કરી મોટી આગાહી ! ગુજરાત ના આ તારીખે થશે માવઠુ અને….
ચોમાસાની વિદાય થયા બાદ પણ હજુ પણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે, ત્યારે હાલમાં ફરી એકવાર હવામાન વિભાગના નિષ્ણાત અશોકભાઇ પટેલે ભારે આગાહી કરી છે. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે અશોકભાઈએ શુ આગાહી કરી છે?
એક તરફ નવરાત્રીનું પાવન પર્વ છે, ત્યારે ખલૈયાઓ પણ ચિંતા છે કે વરસાદ આવશે કે નહીં ત્યાં જ હાલમાં જ હવામાન વિભાગના નિષ્ણાત અશોકભાઈ એ આગાહી કરી છે કે,
ચોમાસાની વિદાય વચ્ચે 63 ઇસ્ટ તથા 32 નોર્થની ધરી પર 5.8 કિમીના લેવલે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાયુ છે અને તેની અસર હેઠળ આવતા ચોવીસ કલાકમાં મધ્ય પાક્સ્તિાન તથા આસપાસના વિસ્તારોમાં અપર એર સાયકલોનિક સરક્યુલેશન છવાવાની સંભાવના છે.
આ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર હેઠળ ઉત્તર ભારતના રાજસ્થાન, પંજાબ, હરિયાણા, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ તથા મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં હળવો-મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતના રાજ્યને લાગુ ગુજરાતમાં પણ વતાઓછા પ્રમાણમાં અસર થઇ શકે છે.
ગુજરાત માટે તા.13 થી 20 ઓકટોબરની આગાહીમાં અશોકભાઇ પટેલે કહ્યું કે રાજ્યમાં બે દિવસ છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષા પણ થશે. તા.20મી સુધીમાં વધુ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાવાની પણ સંભાવના છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.