વિધાતાના કેવા લેખ! જામનગરમાં એકી સાથે મા અને દીકરાનું થયું દુઃખદ નિધન, દીકરાની વિદાય થતા માતાએ પણ…. જાણો હદયસ્પર્શી ઘટના
આપણે જાણીએ છે કે, હાલમાં હાર્ટ એટેકના પ્રમાણ ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ જામનગર શહેરમાં આત્મહત્યાનો એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે, વાત જાણે એમ છે કે વૈધનું કામ કરનાર યુવકનું અચાનક હાર્ટ એટેકથી નિધન થયું અને કુદરતની કરુણતા તો જુઓ કે જે દિવસે દીકરા એ વિદાય લીધી એ દિવસે માતાનું હૃદય પણ બેસી ગયું હતું અને મૃત્યુ પામ્યાં હતાં.
આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો મહાલક્ષ્મી ચોકમાં છેલ્લી ત્રણ પેઢીથી વૈદ્યનો ધંધો ધરાવતા વૈદ્ય નાગજી દેવજી વલેરા પરિવારના અને શહેરના પુલ ટેબલના ચેમ્પિયન ખેલાડી ગણાતા 30 વર્ષના રાજ અજીતભાઇ નિયત સમયાનુસાર ઘરે ન પહોંચતા માતા ધીરજબેન અને ભાભુ અનુપમાબેન તેને શોધતાં શોધતાં સાંજે 4.30 વાગ્યે દુકાને પહોંચ્યા હતાં, જ્યાં રાજ દુકાનમાં છાપા પાથરીને સૂતો જોવા મળ્યો હતો.
તાત્કાલિક જ હોસ્પિટલમાં દાખલ કરતા ડોકટરોએ તેનો કાર્ડીયાક એરેસ્ટના કારણે મોત જાહેર થયું હતું. ખરેખર પુત્રની અંતિમ યાત્રા નીકળે તે પહેલા જ ધીરજબેનને આઘાતમાં છાતીમાં વધુ દુ:ખાવો થતાં તેમને પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં, જ્યાં ડોકટરોએ સઘન સારવાર કરી હતી અને ત્યારબાદ ફરજ પરના ડોકટરોએ ધીરજબેનને મૃત જાહેર કર્યાં હતાં. ધીરજબહેને પોતાના બહેનના દીકરા જય છાંટબારને કહ્યું હતું કે, મારી પણ વિદાય નિશ્ચિત છે અને અમારા બેની વિધિ તારે જ કરવાની છે, અને આખરે તેમના શબ્દો સાચા પડયા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.