Viral video

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહિલાઓ વિશે આ શું કહી દીધું? સોશિયલ મીડિયા પર ફૂટ્યો મહિલાઓનો ગુસ્સો..જાણો શું કહ્યું?

હાલમાં બાગેશ્વર ધામ ( Bageshwerdham) વિવાદના વંટોળથી ઘેરાઈ રહ્યું છે, આપણે જાણીએ છે કે હાલમાં જ થોડા દિવસ પહેલા જ બાગેશ્વર ધામનો એક વિડીયો વાયરલ ( viral video )થયો હતો. એક યુવતીને કથા દરમિયાન સેવક દ્વારા બેરીકેટથી ફેંકવામાં આવેલ અને આ કારણે ખુબ જ વિવાદ થયો હતો કારણ કે મહિલા સાથે આ ખુબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. હાલમાં ફરી એકવાર બાગેશ્વર ધામ ચર્ચામાં આવ્યું છે. વીટીવીના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ ( Direndrshashtriji) પરિણીત સ્ત્રી પર ટિપ્પણી કરવાના કારણે સોશિયલ મીડિયાના તેઓ ટ્રોલ થઇ રહ્યા છે

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના પ્રવચન દરમિયાન વાત બોલી અને આ કારણે સૌ કોઈ બાબા પ્રત્યે રોષે ભરાયા છે.ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, સ્ત્રીના લગ્ન ( women married )થઈ ગયા તે કઈ રીતે ખબર પડે તેના બે ચિહ્નો છે, એક તો સેંથામાં સિંદૂર અને બીજું ગળામાં મંગલસૂત્ર, જો આ બંને પહેરલ ન હોય તો આપણે શું સમજવાનું કે આ પ્લોટ હજુ ખાલી છે?

આ પ્રકારની વિવાદસ્પદ ટિપ્પણીના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદથી ઘેરાઈ ગયા છે ( Baba Bageshwar’s Controversial )અને ચારોતરફ આ વિવાદિત પ્રવચન વાયરલ થઇ રહ્યું છે. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનારી છે અને આ કારણે અનેક લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અનેક સવાલ પણ ઉઠાવ્યા છે અને ખાસ કરીને અનેક મહિલાઓએ બઆ નિવેદન સાંભળ્યાં બાદ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ટ્વિટર પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ તેમ પણ કહ્યું કે, જો સ્ત્રીના માંગમાં સિંદૂર ભરેલ હોય, ગળામાં મંગળસૂત્ર હોય તો આપણને સમજાય જાય છે કે રજિસ્ટ્રી થઈ ચૂકી છે.’આ સિવાય ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રવચનમાં કંઠી પહેરવા બાબતે શ્વાનનું ( dog exmple )એક ઉદાહરણ આપેલ અને તે બાબતે તેઓ બોલ્યા કે. શ્વાન બે પ્રકારના હોય છે, એક પાલતુ બે બીજો ફાલતુ.પાલતૂ શ્વાન હોય તેના ગળામાં પટ્ટો હોય છે, તેવી જ રીતે રામજીના ભક્તના (ShreeRam)ગળામાં કંઠી હોય છે.હાલમાં તો બાગેશ્વર ધામ સતત વિવાદમાં આવી રહ્યું હોવાથી તેમના સોશિયલ મીડિયા માત્ર ચારો તરફ તેમની જ ચર્ચાઓ થઇ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!