બીપોરજોય વાવાઝોડા અંગે કબરાવ મોગલ ધામ ના બાપું એ શુ કીધુ ???? જુઓ વિડીઓ
હાલમાં ગુજરાત પર બીપોરજોય નામનો કાળો કેર છવાયો છે. આ વાવાઝોડાના આ કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ તા. 12થી 16 જૂન દરમિયાન ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે.
વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. હાલમાં તો દ્વારકાના જગત મંદિરમાં પણ અડધી કાઠીએ ધજા ફરકાવવામાં આવી છે. આપણે જાણીએ છે કે ગયા વર્ષે જ્યારે વાવાઝોડું આવ્યું હતું, ત્યારે દ્વારકાધીશે વાવાઝોડાની દિશા ફેરવી નાંખી હતી. હાલમાં ચારો તરફ પ્રાર્થના થઇ રહી છે કે વાવાઝોડાની અસર ગુજરાતમાં ના થાય.
હાલમાં જ કબરાઉ ધામના મહંત શ્રી મરણીધર બાપુએ પણ વાવાઝોડાને લઈને મહત્વની વાત કહી છે, જે અમે આપને જણાવીએ. કબરાઉ ધામના મરણીધર બાપુએ અનેક વખત આવી પરિસ્થિતિમાં લોકોને યોગ્ય માર્ગદર્શન અને સલાહ સૂચનો આપ્યાં છે. હાલાં જ તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે બીપોરજોય વિશે શું કહ્યું તે આપણે જાણીએ.
મરણીધર બાપુએ બીપોરજોય વિશે કહ્યું કે, વાવાઝોડું એટલે ભય અને પહેલાના જમાનામાં ચોમાસું આવતું ત્યારે સાત આંધી ચડતી. એજ દેશી નળીયા ઉડાવી દે એવો પવન આવતો. હાલમાં તો સરકાર પણ જાગૃત છે અને આફત માટે સારા કામ કરી રહ્યાં છે અને કરતી રહેશે. આપણી NDRF ટિમ પણ 24 કલાક દિવસ રાત કામ કરી રહી છે ધન્ય છે તેમને માં ભગવતી શક્તિ આપે.
અત્યારે કલેક્ટર, મામલતદાર, ટીડીઓ દ્વારા આપણને સાવચેતી આપવામાં આવી છે. આપણે સાવચેતી એટલા માટે રાખવાની છે કે, આપણે જો કોઈ કાચા મકાન, દરિયાકાંઠે અને વનવગડામાં રહેતા હોય તો સાવચેતી રાખવાની તેમજ કોઈ વાયરમાં થાંભલા હોય છાપરા પરથી વાયર જતા હોય તો ત્યાથી આઘુ વયુ જવાનું કારણ કે આ તો ઈશ્વરના ઘરની એક ગતિ છે, આનો કોઈ પાર પામી ના શકે પણ ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું છે જે સરસ વાત છે.
વાવાઝોડાની આગાહી છે, એટલે આપણે સાવચેતી રાખવી. અણીનો સિક્કો સો વરસ જીવે એટલે આમાં આડસ નહિ રાખવાની. જો વાયર નીચે કે ઘર હોય તો ત્યાંથી દૂર નીકળી જવું કારણ કે આ તો આફતના એંધાણ છે હવે આપણે પર્યાવરણને એટલું બગાડી નાંખ્યું કે આવી આફતો અને વાવાઝોડા અને કોરોના અને મહામારી તો આવવાના છે પણ આપણે પર્યાવરણનું જતન કરવાનુ છે.
લોકો ઝાડ તો રોપે છે પણ દુનિયાને સારૂ લગાડવામાં માટે પણ લોકો એનું જતન કરવું જોઈએ. આ તો ઝાડ વાવે દેખાડવા માટે એ જ ઝાડ ને દિવસમાં સુકાઈ જાય. ઝાડની માવજત જરૂરી છે. વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તે અંગે મરણીધર બાપુએ આ વિડીયોમાં ખૂબ જ સરસ આ વાત કરી છે, અમે આપને માત્ર સંક્ષિપ્તમાં જણાવ્યું છે. વાવાઝોડા અંગે તેમના શબ્દોમાં તમામ માહિતી નીચે આપેલ વીડિયોમાં જોઈ શકશો.