શનિવાર તથા મંગળવારે શું વાળ કપાવા જોઈએ ?? મોરારી બાપુએ આ વાત વિષે શું કહ્યું…જુઓ વિડીયો
દરેક વ્યક્તિના મનમાં એક સંદેહ જરૂર થતો હોય છે કે, મંગળવાર અને શનિવારે વાળ કપાય કે નહીં. આવી અનેક વાતો છે, જે લોકો માનતા હોય છે અને તેનું પાલન પણ કરતા હોય છે કારણ કે દરેક વ્યક્તિઓની પોતાની શ્રદ્ધા પ્રમાણે માન્યતાઓ હોય છે. એ માન્યતા પાછળનું કારણ શું છે, ભલે ન જાણતા હોય પણ માત્ર પોતાની આસ્થા ખાતર એ માન્યતાને નિભાવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર મોરારી બાપુનો એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં માધ્યમથી તમને તમારા પ્રશ્નનો જવાબ પણ મળી જશે.
પરમ પૂજ્ય મોરારી બાપુને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે, શું મંગળવાર અને શનિવારે વાળ કપાય ? આ પ્રશ્નનો જવાબ મોરારી બાપુએ ખુબ જ સચોટ રીતે આપ્યો છે. આ જવાબ સાંભળીને તમે પણ મોરારીબાપુની વાતથી 100 % સહમત થશો. ચાલો અમે આપને આ બ્લોગ દ્વારા મોરારી બાપૂની વાત અમે જણાવીશું કે વાળ કપાવવા અને બાપુએ શું કહ્યું છે. ઘણા વ્યક્તિના મનમાં આ પ્રશ્ન અનેક વાર થયો જ હશે.
મોરારી બાપુએ આ પ્રશ્ન વાંચ્યા બાદ કહ્યું કે, કપાઈ! આવી નાની નાની વાત શું ડરો છો,, મંગળવાર અને શનિવારના હશે કાંઈ કારણ! . એ બધું આઉટ ઓફ ડેટ છે. જો તમને મનમાં બીકમાં હોય તો ન કરાઈ. આ તો તમારા મનની વાત છે. તમે મને પૂછશો તો હું તો હા જ પાડીશ, હું તમારી શ્રદ્ધા પર પ્રહાર નથી કરતો. તમને બીક રહે કે શનિવારે વાળ કપાવાથી માથું દૂઃખે છે, ઈશ્વરને તમે એટલો હળવો માનો છો કે એ તમારા વાળ અને દાઢીમાં નજર નાંખે, આ જગતમાં ઈશ્વર જેવું કૃપાળુ કોઈ નથી.નીચે આપેલા વિડીયો દ્વારા તમે બાપુએ કહેલી વાત સાંભળી શકો છો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.