લ્યો હવે ચિઝ ફાફડા ગાઠીયા પણ માર્કેટ મા આવી ગયા ! જુઓ વિડીઓ કેવી રીતે બનાવે છે…. અને..
આપણે ગુજરાતીઓ ખાવાના જબરા સુખી છીએ આ વાત જગત આખું જાણે છે અને ગુજરાતીમાં ખાવાની વાનગીઓમાં સૌથી પહેલા તો થેપલા,ખમણ અને જલેબી ફાફડા આવે છે, અને એમાં પણ મોહનથાળ (Mohan that) ની તો વાત શું કરવી? વસ્તુ એ ગુજરાતની ઓળખ છે અને આ ચારેય વસ્તુ કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે અને એકવાર તો એ જરૂર ટ્રાય કરવાનું પસંદ કરશે જ કારણ કે એ આપણી ગુજરાતની ઓળખ બની ગઈ છે આજે અમે આપને એક એવો વિડીયો જણાવીશું એ વીડિયોમાં ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગી (Gujarati food) એક નવા અંદાજમાં સામેં આવી છે.
તમે સોશિયલ મીડિયામાં અનેક ફ્રુટવર્ક વિડિયો જોતા હશે અને આ વીડિયોમાં અનેક પ્રકારની વાનગીઓને નવીન રીતે બનાવવામાં આવે છે અને પોતાનું કંઈક ઇનોવેશન નાખવામાં આવે છે જેથી લોકોને કંઈક અલગ સ્વાદ મળે અને આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં ગુજરાતના લોકપ્રિય ફાફડાને (fafda) એક નવા અંદાજમાં બનાવવામાં આવ્યા છે હવે તમે વિચારશો કે ખરેખર શું આવા ફાફડા પણ હવે માર્કેટમાં (Market) આવી ગયા છે પણ આ વાત સાચી છે આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન અને સંસારનો નિયમ છે અને આ નિયમ દરેક વ્યક્તિને અને વસ્તુને લાગુ પડે છે.
જીભ છે ને એ અલગ અલગ સ્વાદોને માણવા માટે બનેલી છે અને એની જીભને એકની એક ટેસ્ટ વારંવાર પણ પસંદ આવતો જ નથી એટલે એ રીતે જોઈએ તો આપણે તો દરેક સ્વાદને સ્વીકારવા માટે તૈયાર જ છીએ એટલે જ હાલમાં દરેક લોકો પોતાની આવડત પ્રમાણે અને વિચાર પ્રમાણે કંઈકને કંઈક વાનગીઓમાં નવીનતા લાવે છે અને આવા જ એક કાકા એ ગુજરાતના લોકપ્રિય ફાફળાને અલગ જ સ્વાદ આપ્યો છે.
દરેક વાનગીમાં ચીઝ નો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, ત્યારે હવે ગુજરાતની લોકપ્રિય વાનગીમાં પણ ચીઝ નો સમાવેશ કરવામાં આવ્યો છે હા આ વાત સાચી છે હાલમાં જ માર્કેટમાં ચીઝ વાળા ફાફડા આવી ચૂક્યા છે અને આ ફાફડા કઈ રીતે બને છે એ તમે આ વાયરલ થયા વીડિયોમાં જોઈ શકશો કે કાકાએ પરંપર આ રીતે ભણાવતા ફાફડા બન્યા છે ત્યારબાદ તેના ઉપર ચીઝ લગાવી ફરીથી એક ફાફડા વણી તેના ઉપર સેન્ડવીચ ની જેમ લગાવી દીધો છે અને ત્યારબાદ આ ફાફડાને ગરમ તેલમાં તળીને તૈયાર કરે છે.આ ફાફળાને તમે ખાશો તો અંદરથી ચીઝ નીકળે છે, ખરેખર આ ફાફડા એકવાર તો ટ્રાય કરવા જ જોઈએ.