Entertainment

ભારતમાં આ શું ચાલી રહ્યું છે? પેહલા અંજુને હવે દીપિકાએ પોતાના પ્રેમી માટે વતન છોડ્યો.. જાણો પુરી કહાની

હાલમાં દેશમાં સીમાનું નામ ખુબ જ ચર્ચાઈ રહ્યું છે, તેનું આખો દેશ જાણે છે. વાત જાણે છે એમ છે કે હાલમાં ફરી એકવાર રાજસ્થાનના ડુંગરપુરની દીપિકાએ સૌ કોઈ તરફ પોતાનું ધ્યાન ખેંચ્યું છે. સીમાની જેમ જ દીપિકા તેના બાળકોને છોડીને તેના પ્રેમી સાથે વિદેશ ભાગી ગઈ છે.આ સમગ્ર બનાવ અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.

આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, દીપિકા ઘરેથી કહ્યા વગર અન્ય સમાજના યુવક સાથે વિદેશ ભાગી ગઈ. દિપીકાન પતિ મુંબઈમાં કામ કરતો હતો. આ તકનો લાભ ઉઠાવીને દીપિકા અવારનવાર ગુજરાત અને ઉદયપુર સારવાર માટે જતી હતી. 10મી જુલાઈના રોજ પણ તે પોતાને બીમાર હોવાનું જણાવી સારવાર માટે ગુજરાત ગઈ હતી પરંતુ 13મી જુલાઈ સુધી પરત ન આવી.

સૌથી દુઃખદ વાત એ છે કે દીપિકાને એક દીકરી 11 વર્ષની છે જ્યારે દીકરો 7 વર્ષનો છે. દીપિકા ગાયબ થવાથી તેના પતિએ તાત્કાલિક જ ફરિયાદ નોંધાવેલ. દીપિકાએ વોટ્સએપ કોલ દ્વારા જણાવેલ કે, તમે મારાથી નાખુશ હતા, તેથી હું તારાથી દૂર આવી છું. દીપિકા તો ચાલી ગઈ પરંતુ સાથોસાથ લાખોની કિંમતના દાગીના અને રોકડ પણ લેતી ગઈ. જે બાદ પતિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે તેની તપાસ હજુ ચાલુ છે.

દિપીકાની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે એક યુવક સાથે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીરમાં તે સાડીમાં જોવા મળી રહી છે.મહિલા કુવૈત છે એવી વાત ચર્ચાઈ રહી છે, હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!