વિધાતાના કેવા લેખ?? રાજકોટમાં વરરાજો ઘોડે ચડે તેની પેહલા જ ઉઠી અર્થી!! ઘટના એવી કે જાણી તમારું આંખ માંથી આંસુ…
હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, જે ઘરમાં લગ્નના ગીતો ગવાતા હતા એ જ ઘરમાં મોતના મરશિયા ગવાઈ રહ્યા છે. હાલમાં જ એક દુઃખદ ઘટના જાણવા મળી છે, આજે ફરી રાજકોટમાં એક હાર્ટ એટેકનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. રાજકોટમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવકનું હ્રદય બંધ પડી જતા મોત નિપજ્યું છે.
આ દુઃખદ ઘટના અંગે જાણવા મળ્યું છે, રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. પોપટપરામાં રહેતા અને કારખાનામાં કામ કરતા અજય સોલંકી નામના યુવકના લગ્ન હતાં પરંતુ માડવાના દિવસે જ યુવકનું અચાનક મોત થઈ ગયું.
મળતી માહિતી મુજબ, અજય સોલંકી ઘરે જમીને ઉભો થયો અને ઢળી પડ્યો. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તબીબો તેમને બચાવી શક્યા નહીં. આ ઘટનાથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, મૃતકની આત્માને શાંતિ મળે.