18 વર્ષ પેહલા આ ખ્યાતનામ કથાકારે કહેલી વાત આજે સાચ્ચી પડી રહી છે ?? જાણો શું કીધું હતું રાજકોટના આ કથાકારે…
સાળંગપુર વિવાદ હવે જંગલમાં આગની જેમ વધુને વધુ ફેલાઈ રહ્યો છે. હાલમાં જ રાજકોટના ખ્યાતનામ કથાકાર મુકુન્દદાસ બાપુએ પણ આ વિવાદ મામલે પોતાનું નિવેનદ આપ્યું છે. આપણે જાણીએ છે કે, હાલમાં અનેક સાધુ સંતો અને મહંતો સ્વામિનારાયણ સંપ્રદાય પર રોષે ભરાયા છે.
હાલમાં જ રાજકોટના કથાકાર એ સંપ્રદાયમાં ચાલતી આ પ્રવૃત્તિઓને લઇને આજથી 18 વર્ષ પહેલા કહ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે તે હિન્દુ ધર્મને ના શોભે. તમને જણાવી દઈએ કે. કથાકાર મુકુન્દદાસ બાપુ અનેક વખત પોતાની કથામાં કહ્યું છે.
આગામી 5 તારીખે મંગળવારના રોજ લીંમડીમાં આવેલા મોટા મંદિરમાં સાધુ સંમેલન ભરાવવાનું છે. લીંમડીના સંત લલિત કિશોરજીની આગેવાનીમાં સૌરાષ્ટ્રભરના સંતો-મહંતો અહીં ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે ભીંતચિત્રો દોરવામાં આવ્યા તેને લઈને સૌરાષ્ટ્રના સંત મોહન તો લડી લેવાના મૂડમાં દેખાયા છે.
આ બનાવમાં બીજી એક વાત એ પણ સામેં આવી છે કે, આ ભીંતચિત્રો હટાવવામાં આવશે અને આ બનાવ હવે સરકાર પણ એન્ટ્રી કરી રહી છે.હાલમાં હવે આ વિવાદનો કઈ રીતે અંત આવશે એ સમય આવે ત્યારે જ ખબર પડશે. સાળંગપૂર મંદિર તરફથી હાલમાં કોઈ નિવેદન આવ્યું નથી