સુરતના મુકેશભાઇ રસ્તા પરથી ૪ લાખ મળ્યા તો એવું કર્યું કે, વખાણ કરતા નહી થાકો, જાણો પૂરી વાત…
આ જગતના માનવ સેવા એજ પ્રભુ સેવા છે તેમજ માનવતા જ સૌથી મોટો ધર્મ છે, એક વ્યક્તિ જ્યારે બીજાની પીડા સમીજી શકે તો આ જગતમાં કોઈ દુઃખી નથી. હાલમાં જ સુરતમાં માનવતાને મહેકાવતી એક ઘટના ઘટી છે , ખરેખર આ ઘટના દરેક માણસ માટે પ્રેરણા સમાન છે. જો દરેક માણસ બીજા વ્યક્તિની દુઃખને સમજી જાય તો કોઈકના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે.
આ ઘટના અંગે આપને જણાવીએ. વિચાર કરો કે, વરસોથી તમે પોતાના ઘરનું ઘર લેવાનું સપનું જોયું હોય અને આ સપનું સાકાર કરવા માટે કદાચ જરૂરત પડે તો તમે તમારી માતા કે પત્નીના ઘરેણાં વેચો છો અને એ પૈસા આકસ્મિક રીતે પડી જાય તો એ ઘટના તમારા માટે કેટલી દુઃખદ હોય? આ દુઃખ તો એ વ્યક્તિ પર વધુ વીતી શકે જે ભાડાના મકાનમાં રહેતું હોય કારણ કે ઘરનું ઘર હોવું એની કિંમત તો એ વ્યક્તિ પોતે જ જાણે છે.
સુરતમાં જે ઘટના ઘટી એ ખરેખર માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. આ ઘટના અંગે જાણીએ તો યોગીચોક, પ્રમુખછાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી ઘરનું મકાન લેવા માટે પોતાના ઘરેણા વેચીને રૂપિયા લાવતા હતાં, ત્યારે કમનસીબે રસ્તામાં 4 લાખ રૂપિયા પડી ગયા હતા.
જે મહાલક્ષ્મી સોસાયટી, યોગીચોક ખાતે પૂજ્ય પાંડુરંગદાદા સ્વાધ્યાય પરીવાર સાથે જોડાયેલા, ભાડાના મકાનમાં રહેતા શ્રી મુકેશભાઈ તળાવીયા (ગામ : ઢસા-આંબરડી) ને મળ્યા અને તેમણે પ્રસંગમાં વતન જવાનું કેન્સલ કરી કોઈના ગુમ થઈ ગયેલાં પૈસાનું દુઃખ સમજ્યા અને માનવતા દાખવીને આ રૂપિયા મૂળ માલિક અશોકભાઈને પરત કર્યા.
આ ઘટનાએ સંવેદનશીલ અને લાગણીસભર અભિગમથી પ્રેમ, સદભાવના, કરુણા અને તંદુરસ્ત સમાજના નિર્માણ થકી રામરાજ્યને સાર્થક કરતો દાખલો બેસાડયો છે, એ બદલ પરિવારનું સાલ ઓઢાડીને સન્માન કર્યું. ખરેખર મુકેશભાઈ એ કે કાર્ય કર્યું તે સાબિત કરે છે કે, બીજાં દુઃખની પીડા માણસે સમજવી જોઈએ. મુકેશભાઈ પોતે પણ ભાડાના મકાનમાં રહેતા હતા કદાચ તેમના મનમાં એવો વિચાર આવ્યો હોત કે આ રૂપિયા થકી મારું ઘરનું ઘર કરી લઉં પરંતુ ના તેમણે એ વિચાર્યું કે આ રૂપિયા જેના પડી ગયા હશે તે કેટલો દુઃખી હશે? ખરેખર મુકેશભાઈ એ તો સૌનું દિલ જીતી લીધું..
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.