Gujarat

વિવાદનો ક્યારે અંત આવશે? સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ખોડિયાર માઁ પર એવી ટિપ્પણી કરી કે જાણી તમારૂ માથું ગરમ થશે…

એક પછી એક એવા વિવાદો થઈ રહ્યા છે, કે સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદના વટોળથી વધુ ઘેરાઈ રહ્યું છે. આપણે જાણીએ છે કે હાલમાં જ સાળંગપુર વિવાદનો અંત આવ્યો છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેના લીધે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર જાણીએ.

સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી ઉપર વિવાદિત ટિપ્પણી કરી. આ સ્વામી એ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રસંગ બન્યો. ભગતે કહ્યું કે આ તો અમારા કુળદેવી છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના કપડા નિચોવ્યા અને કહ્યું કે આ લ્યો હવે તમારા કુળદેગી સત્સંગી થયા. સ્વામી બોલે છે કે લ્યો હરિ હરિ ભગતો ખોડિયાર માતાજી સત્સંગી થયા. વીવાદીત નિવેદનના કારણે પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.

ખોડિયાર માતાજીને કુળદેવી કહેવાની જરૂર નથી તેવો બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કર્યો હતો. ત્યારે સ્વામીના આ બફાટને લઈને ખોડલધામથી હવે અવાજ ઉઠ્યો છે. ભવિષ્યમાં આ પ્રકારની વિવાદિત ટિપ્પણી ન કરવા સ્વામીને સ્પષ્ટ ચેતવણી ખોડલધામના પ્રવક્તા આપી છે.

ખોડીયાર માતાજી લેઉઆ પટેલ સમાજ સહિત અનેક સમાજના કુળદેવી છે. સાથે સાથે અઢારેય વરણ તેમને પૂજે છે, ત્યારે બ્રહ્મસ્વરૂપ સ્વામી જેવા વડીલ સંતના આવા નિવેદનથી અનેક સમાજની લાગણી દુભાય છે. ખોડલધામ સર્વધર્મ સમભાવમાં માને છે, તો બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

આ વિવાદીત નિવેદનના કારણે મોગલધામના બાપુ પણ ભારે રોષે ભરાયા છે અને તેમને કહ્યું કે હવે કોઈ મિટિંગ કે બોલાવવાની જરૂર નથી અને જ્યાં જ્યાં આવા ભાષણ હાલતા હોય ત્યાં 100 , 500 પહોંચી જાઓ અને બહાર કાઢો આવને અમને કોઈ અધિકાર નથી રહેવાનો. ખરેખર આ વિવાદ હવે દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!