કઈ વેક્સીન મા બની રહી છે વધુ એન્ટીબોડી??કો-વેક્સીન કે કોવિશીલ્ડ
કોરોના ની ત્રીજી લહેર થી બચવા માટે દેશ મા હાલ કોરોના વકસીનેશન નુ કામ પૂર જોશ મા ચાલી રહ્યુ છે. હવે દેશ મા હાલ મુખ્ય બે રસી વધારે આપવામા આવી રહી છે જેમાં કો-વેક્સીન કે કોવિશીલ્ડ અને લોકો મા પણ અસમંજસ જોવા મળી રહી છે કે કઈ વેકસીન વધારે સારી અને અસરકારક ??? કઈ વેકસીન મા એન્ટીબોડી વધારે બને છે ???
કોરોના વાયરસ વેક્સીન ઇન્ડ્યૂસ્ડ એન્ટીબોડી ટાઇટર એટલે કે COVAT તરફથી કરવામાં આવેલા સંશોધન મા સામે આવ્યુ છે કોવેક્સીનની તુલનામાં કોવિશીલ્ડ લેનારા લોકોના શરીરમાં વધુ એન્ટીબોડી વિકસિત થાય છે. આ સ્ટડી એ હેલ્થકેર વર્કર્સની સાથે કરવામાં આવી જેઓએ કોવિશીલ્ડ કે કોવેક્સીનમાંથી કોઈ એક વેક્સીનના બંને ડોઝ લીધા હતા.
આ સ્ટડીમાં 552 હેલ્થકેર વર્કર્સ સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં 325 પુરુષ અને 225 મહિલાઓ હતી. તેમાંથી 456 લોકોએ કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો હતો, તો 96 લોકોએ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તેમાં 79.03 ટકા સીરોપોઝિટિવિટી રેટ નોંધવામાં આવ્યો હતો કોવિશીલ્ડ લેનારા લોકોમાં એન્ટી સ્પાઇક એન્ટીબોડીથી સંબંધિત સીરોપોઝિટિવિટી રેટ કોવેક્સીન લેનારા લોકોની તુલનામાં ઘણો વધુ હતો.