Viral video

બાળક ચાલતા-ચાલતા જ ઘાટ પરથી નીચે પડી જાય છે, પછી જે થયું એ જોઈને તમે કહેશો જય દ્વારકાધીશ.

સોશિયલ મીડિયાના જમાનામાં રોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જ હોય છે. પરંતુ હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જે દરેક માતા-પિતા માટે એક રેડ એલર્ટ સમાન છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પિતા અને બાળક ફેરી પર ચાલી રહ્યા હોય છે, ત્યાં જ અચાનક બાળકનું પગ લપસીને તે નદીમાં પડી જાય છે. બાળકની જીંદગી બચાવવા માટે તેનો પિતા પણ નદીમાં કૂદી પડે છે અને બાળકની જીંદગી બચાવે છે.

આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ નથી. પરંતુ આ વીડિયો જોઈને એટલું તો કહી શકાય કે પાણીથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે નદી, સમુદ્ર કે તળાવનું વહેતું પાણી કોઈપણ સમયે જીવન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ બાળકની જીંદગી દ્વારકાધીશની કૃપાથી બચી ગઈ પરંતુ આ વ્યક્તિએ પોતાના જીવન પ્રત્યે સાવધાની અને સુરક્ષા રાખવી જોઈએ.

આ ઘટનાએ દરેક માતા-પિતાને એક પાઠ આપ્યો છે કે બાળકોને પાણી પાસે એકલા ન છોડવા. હંમેશા તેમની સંભાળ રાખવી. આપણે બધાએ પાણીની શક્તિને સમજવી જોઈએ અને તેના પ્રત્યે આદર રાખવો જોઈએ. આ વિડીયો ક્યાંનો છે, તે અંગે ગુજરાતી અખબાર કોઈ પુષ્ટિ નથી કરતું પણ આ વિડીયો આપણા લોકો માટે એક લાલબત્તી સમાન છે, કે સાવચેતીમાં જ સલામતી રહેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!