પેરિસ ઓલિમ્પિક એકી સાથે બે કાસ્ય જીતનાર મનું ભાકર કોણ છે? આ રીતે સફળતામાં શિખરો સર કર્યા, જાણો તેમનાજીવનની જાણી અજાણી વાતો.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની દીકરી મનુ ભાકરે એક નવો ઇતિહાસ રચ્યો છે. તેણે 10 મીટર એર પિસ્તલ અને મિક્સ્ડ શૂટિંગ બંને ઇવેન્ટમાં કાંસ્ય પદક જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આજના સમયમાં દરેક લોકો માટે મનુ ભાકર એક પ્રેરણા છે. તેણે સાબિત કર્યું છે કે મહેનત અને લગનથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. તેની સફળતાએ દેશના યુવાનોને પ્રેરણા આપી છે.
સૌથી ખાસ વાત એ છે કે, એક ઓલિમ્પિકમાં બે પદક જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે.મનુ ભાકરે યુનિવર્સલ પબ્લિક સેકન્ડરી સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ કર્યો છે અને દિલ્હી યુનિવર્સિટીના લેડી શ્રી રામ કોલેજમાંથી રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી છે. રમતગમતમાં તેમણે ટેનિસ, સ્કેટિંગ, બોક્સિંગ અને થાંગ-તા જેવી માર્શલ આર્ટમાં પણ ભાગ લીધો છે.
રિયો ઓલિમ્પિક 2016 બાદ મનુ ભાકરે નિશાનબાજીમાં રસ લેવાનું શરૂ કર્યું. માત્ર 14 વર્ષની ઉંમરે તેણે આ રમત શીખવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં તેણે આ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી.
મનુ ભાકરના પિતા રામકિશન ભાકર મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર છે. તેમના પિતાએ મનુની શરૂઆતમાં નિશાનબાજી માટે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા. તેમના માતા-પિતાએ હંમેશા તેમને પ્રોત્સાહિત કર્યા છે.
મનુ ભાકરની સફળતાનું રહસ્ય તેની મહેનત, લગન અને અનુશાસન છે. તે દિવસમાં ઘણા કલાકો પ્રેક્ટિસ કરે છે અને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કંઈપણ કરવા તૈયાર રહે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.