Entertainment

ગુજરાતની સૌથી મોટી રથયાત્રાની શરૂઆત કોણ કરી હતી? સ્વયં ભગવાન આ વ્યક્તિના સ્વપ્નમાં આવ્યા હતા, જાણૉ રથયાત્રાની રોચક વાતો

આવી રુડી બીજ, આજ વસુંધરાના ખોળે પધાર્યા ભગવાન શ્રી જગન્નાથ, જય રણછોડ, માખણ ચોર સાથે કાલે અમદાવાદ ગુંજી ઉઠશે, ત્યારે ચાલો રથયાત્રા વિષેની રોચક વાતો જાણીએ. ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, અમદાવાદની રથયાત્રા એક ભવ્ય અને ઐતિહાસિક તહેવાર છે જે દર વર્ષે હજારો ભક્તોને આકર્ષે છે. 1878માં શરૂ થયેલી આ યાત્રા 600 વર્ષ જૂના જગન્નાથ મંદિર પરંપરા સાથે જોડાયેલી છે.કહેવાય છે કે રામાનંદી સંત હનુમાનદાસજીએ 400 વર્ષ પહેલા જમાલપુરમાં જગન્નાથજીનું મંદિર સ્થાપિત કર્યું હતું.

સંત સારંગદાસજીએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત કરી.મંદિરના મહંત બાલામુકુન્દદાસ અને નરસિંહ દાસ દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું.ભગવાન જગન્નાથે નરસિંહ દાસ મહારાજને સ્વપ્નમાં દર્શન આપીને રથયાત્રા શરૂ કરવાની આજ્ઞા આપી હતી.146 વર્ષ પહેલા, અષાઢી બીજના શુભ દિવસે અમદાવાદમાં પ્રથમ રથયાત્રા યોજાઈ હતી.

ભરૂચના ખલાસી સમાજના ભક્તોએ આ યાત્રાનું આયોજન અને સંચાલન કરવાનું શરૂ કર્યું હતું.નાળિયેરના ઝાડમાંથી ત્રણ રથ બનાવવામાં આવ્યા હતા જેમાં ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવી હતી.આજે, રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળે છે, જે ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે.
યાત્રા દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણીઓનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા ફક્ત એક ધાર્મિક ઉત્સવ નથી, પણ તે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પણ પ્રદર્શન છે.

રથયાત્રાની વિધિ : અષાઢી બીજના શુભ દિવસે મંગળા આરતી સવારે ૪ વાગ્યે કરવામાં આવે છે અને સામાન્ય રીતે રથયાત્રા ૭ વાગ્યે નીકાળવામાં આવે છે. પહિંદ વિધી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે, જેમાં રથયાત્રાના માર્ગની પ્રતીકાત્મક સફાઈ કરવામાં આવે છે, જેના પછી રથનો પ્રારંભ થાય છે.રથયાત્રામાં, ભગવાન જગન્નાથનો રથ પહેલો હોય છે, ત્યારબાદ સુભદ્રા અને બલરામનો રથ આવે છે. અખાડા, હાથીઓ, સુશોભિત ટ્રક અને ભજન મંડળી પણ રથયાત્રામાં ભાગ લે છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!