શું કમો પણ લડશે ચૂંટણી ??? જુઓ દેવાયત ખવડે આ સવાલ પૂછ્યો તો કમા એ શું જવાબ આપ્યો….જુઓ વિડિયો
હાલમાં દેશભરમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે ચૂંટણી સમયે એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને તમે તમારું હસવું નહીં રોકી શકો. ખરેખર આ વિડીયો જોઇને તમે પણ પેટ પકડી પકડી ને હસવા લાગશો. હવે વિચાર કરો કે, તમને કોઈ કહે કે કમો ચૂંટણી લડશે!!!તો તમારા ચહેરા પર અવશ્ય સ્મિત આવી જશે. હાલમાં જ સોશીયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયોમાં તમે જોઈ શકશો કે દેવાયત ખવડે કમાનો ચૂંટણી લડવા અંગે પૂછ્યું.
આ સવાલ સાંભળીને કમા એ જે રીએકશન આપ્યું તે ખૂબ જ હાસ્યજનક છે. આ વાયરલ વિડીયો એક લોક ડાયરાનો છે, જેમાં તમે જોઈ શકશો કે સ્ટેજ પર દેવાયત ખવડે કહ્યું કે, મને લાગે છે કે આમનમ લગભગ કમો ચૂંટણી લડવાનો! આ સાંભળતા કમો પણ દેવાયત ખવડને મોઢું હલાવીને હા પાડે છે. જેથી દેવાયત ખવડ પણ કહે છે કે, કમાની ગણતરી તો લાગે!
ખરેખર આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે એક તરફ ભારત ભરમાં લોક સભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આજે દેશભરમાં કમાની બોલબાલા છે. જ્યાં જુઓ ત્યાં દરેક લોક ડાયરાના કમાની હાજરી અચૂકપણે હોય છે. કમાની લોકપ્રિયતા ખૂબ જ છે.
કમાની ઓળખ હવે એક લોકપ્રિય વ્યક્તિ તરીકે થાય છે અને આ કારણે તે હવે એક સામાન્ય વ્યક્તિ નથી. ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારો અને સાહિત્યકારોની હરોળમાં કમો લોક ડાયરામાં બેશે છે. આજે ગુજરાતના લોક ડાયરામાં કમાની હાજરી અવશ્ય જોવા મળે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.