બુટલેગર કાર મા દારુ એવી જગ્યા એ છુપાવ્યો કે ભલભલા ગોથું ખાઈ જાય ! જુઓ વિડીઓ તમે પણ ચોકી જશો
ગુજરાતમાં દારૂની હેરફેરને લઈને અનેક બનાવો સામે આવે છે. ત્યારે હાલમાં જ એક ચોંકાવનારો બનાવ આવ્યો છે. બુટલેગરોએ કાર મા દારુ એવી જગ્યા એ છુપાવ્યો કે ભલભલા ગોથું ખાઈ જાય !જ્યાં જુઓ ત્યાં હાલ રેડ દરમિયાન કે બાતમી આધારે પોલીસ દારૂ ઝડપી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરે છે.
એક નવી જ ટેક્નિક સાથે દારૂ લઈ જતો કિસ્સો સામે આવ્યો છે. એમાં જિલ્લાના ઉના વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો કારમાં બનાવેલા ચોરખાનામાં છુપાવીને પોરબંદર તરફ લઈ જતો હતો. બૂટલેગરને કાર અને દારૂના જથ્થા સાથે ગીર સોમનાથ એલસીબીની ટીમે વેરાવળ નજીક હિરણ નદીના પુલ પાસેથી બાતમીના આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ દારૂનો જથ્થો ઉના તાલુકાના કોબ ગામે રહેતા બૂટલેગર પાસેથી ભરેલો હોવાનું પૂછપરછમાં જાણવા મળતાં પોલીસે બંને બૂટલેગરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ઉના તરફથી એક કારમાં દારૂની હેરફેર થઈ રહી છે. એક કાર વેરાવળ હાઈવે ઉપરથી પસાર થવાની હોવાની ચોક્કસ બાતમી એલસીબીના નટુભા બસિયા, લાલજી બાંભણિયા, પ્રવીણ મોરીને મળી હતી. એના આધારે વેરાવળ હાઈવે પર પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. હાઈવે પર હિરણ નદીના પુલ પરથી ફોર-વ્હીલ કાર પસાર થતાં એને રોકાવી હતી.
બાદમાં કારની તલાસી લેતાં પ્રથમ દૃષ્ટિએ દારૂ મળ્યો નહીં, પરંતુ બાતમી હોવાથી એલસીબીના સ્ટાફે ઝીણવટભરી તપાસ કરતાં કારમાં પાછળની સીટમાં વચ્ચે હાથ રાખવાની અપડાઉન થતી હેન્ડ સીટની પાછળના ભાગે ચોરખાનું નજરે પડ્યું હતું. વિદેશી ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 83 બોટલો કિં. રૂ. 33 હજાર 640નો જથ્થો હતો.