આ વરસે ઠંડીનું જોર ક્યારે વધશે તે અંગે હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો કયા મહિનાથી કડકડતી ઠંડી….
હાલમાં એક તરફ દિવાળી નો માહોલ વચ્ચે હવામાન વિભાગે શિયાળા ની આગાહી કરતા જણાવ્યું છે કે, આગાહી પ્રમાણે આગમી ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો અનુભવ થાય તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
આપણે સૌ કોઈ જાણીએ છેકે, હવામાન નિષ્ણાત અંબાલાલે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલે તારીખ 14થી 16 દરમિયાન હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. કારણે રાજ્યમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલે ડિસમ્બર સુધી નોંધનિય ઠંડીની શક્યતાને નકારી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો અનુમાન વ્યક્ત કર્યો છે.આજ રોજ ગીર સોમનાથના તાલાલા અને સાસણમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે.
સાસણ,ભોજદે ,ચિત્રોડ બોરવાવ,ધાવા,મોરૂકા,જશાપૂર્, અમૃત્વેલમાં હળવો વરસાદ થયો છે.જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી છે, હાલ જીરુ, મગફળી, સોયાબીન જેવા શિયાળાનું પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. ખરેખર હવે સૌ કોઈ ઠંડીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.