India

દારૂડિયા પતિથી કંટાળી મહિલાએ જીવન ટૂંકાવ્યું! સ્યુસાઇડ નોટમાં દીકરીના સપના વિશે એવું લખ્યું કે, જાણીને આંખમાંથી આંસુ સરી પડશે..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક પ્રકારની આત્મહત્યા નાં બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેમાં દારૂડિયા પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મહિલાએ એક સુસાઈડ નોટ છોડી છે, જેમાં લખવામાં આવ્યું છે કે દીકરીને પોલીસ ઓફિસર બનાવવી હતી. ખરેખર આ દુઃખદાયી ઘટના કહેવાય. આ વાત સૌ કોઈને હૈયાને સર્પશી ગઈ.

મૃતક મહિલાને દીકરીનું સપનું પૂરું ન કરી શકવાનો અફસોસ હતો. તેણીએ તેના મૃત્યુ માટે તેના પતિને જવાબદાર ઠેરવ્યા છે. આ સાથે દીકરીને પતિથી દૂર રાખવાનું પણ લખવામાં આવ્યું છે. આ સિવાય પતિને કડક સજા મળે તેવી વિનંતી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, દારૂના નશામાં ધૂત પતિ દરરોજ પત્ની ત્રાસ આપતો. ખાસ વાત એ કે, માતાને ફાંસીએ લટકતી જોઈ માસુમ દીકરીના હોશ ઉડી ગયા.

પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી. પતિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.સુસાઈડ નોટમાં આપઘાત માટે પતિને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. મૃતકને તેની પુત્રીને પોલીસની નોકરીમાં મોકલવાનું સપનું હતું. મૃતકની માસૂમ પુત્રી ઇક્ષાએ જે કહ્યું તે સાંભળીને દરેક વ્યક્તિ અસ્વસ્થ છે. નિર્દોષે કહ્યું કે પિતાએ માતાની હત્યા કરી, બાદમાં તેને ફાંસી આપી. પોલીસ પુત્રીના નિવેદનની પણ તપાસ કરી રહી છે.

આ ઘટના ખૂબ જ હદયદ્રાવક છે કારણ કે, મહિલા એ સપનું જોયું હતું અને દિરકીને અધિકારી બનાવવાનું સપનું અધૂરું જ રહી ગયું, ખરેખર આ ઘટના સૌ કોઉ માટે હદયસ્પર્શી બની છે. હાલમાં આ ઘટના અંગે હાલમાં પોલીસે સપૂર્ણ માહિતી તપાસ રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરશે. હાલમાં તો આ ઘટનામાં પગલે પરીવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ અને દીકરી એ પણ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!