Gujarat

Sorry દીકરા આવી રીતે તને મારવા માટે” 3 વર્ષના પુત્રનુ ગળુ દબાવી હત્યા કર્યા બાદ માતાએ પણ જીવન ટુંકાવ્યું, સ્યૂસાઇડ નોટ વાંચી રૂવાટા ઉભા થઇ જશે

સુરતમાં એક પછી એક ક્રાઈમ અને એક પછી એક દર્દનાક ઘટના બહાર આવી રહી છે, તેના કારણે ત્યાના લોકોને ખુબજ મુશ્કેલીઓ પડે છે, તેવીજ એક દર્દનાક ઘટના સુરતમાં સામે આવી છે,  એક માતાએ પોતાના ત્રણ વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તે માતાએ પોતે સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, એવું તો શું થયું હશે કે આ માતા એ આવું દર્દનાક પગલું ભર્યું હશે.

સુરત ના રાંદેર ઉગત રોડ વિસ્તારમાં રહેતી માતાએ પોતાના ત્રણ વર્ષના દીકરાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. અને મહિલા એ એ સુસાઇડ નોટ માં માં આ આપઘાત બાબતે લખ્યું હતું, કે આ મહિલા તેના પતિ નામે સતીશના અફેર અંગે જાણતી હતી, અને આ તેના પતિ નો આ બાબતે સપોર્ટ કરતી માતા સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમાં તેને વધુમાં એમ પણ લખ્યું હતું, કે જો સતીશ તારું અફેર હતું જ તો મારી સાથે લગ્ન શું કામ કર્યા. અને આપણું સબંધ તોડવામાં તમારી માતા નો જ હાથ છે, મારું ઘર તોડી નાખ્યું છે, તમારી મમ્મીએ. અને આ કારણોસર આ મહિલા તેના પતિ થી અલગ ઘરમાં રહેતી હતી.

આ મહિલા એ લગ્નબાદ ખુબજ દુખ સહન કર્યું હતું. તેમના બાળક ના જન્મ સમયે પણ આ મહિલા નો ખુબજ મુશેકલી સહન કરવી પડી હતી. અને તેના તમામ ઘર પરિવાર માં તેને ખુબજ તકલીફો વેઠવી પડી હતી. કારણ કે તેના ઘર સંસાર માં તેના પતિ કોઈ જાતની જવાબદારી લેતા જ ન હતા. અને તેનો પતિ તેની તમામ જવાબદારી થી ભગતો હતો, તેનો પતિ તેની સંતાન ની પણ કોઈ જાતની ફરજ નિભાવતો ન હતો. આ બધી બાબત થી હેરાન પરેશાન આ મહિલા થઇ ગઈ હતી, અને તેના તેનો પતિ ખુબજ માનસિક ત્રાસ આપતો હતો. અને ખુબજ ત્રાસી ગઈ હતી, તેના કારણે તેને છેલ્લે આ કઠોર પગલું ભર્યું હતું.

આ ઘટના ની વાત કરીએ તો  મૃતક મહિલાના પિતા અરવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે માર્રી ૩૧ વર્ષીય દીકરી પ્રિય વંદના ઉર્ફે પિંકી અને ૩ વર્ષીય રીશું સવારે ઉઠ્યા ન હતા. જેથી તેને ઉઠાડવા ગયા અને એ રૂમનો દરવાજો ખોલતા જ બંને ને જોતા બંને ને મૃત જોયા હતા, આ જોતા ની સાથે જ ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી, અને બંને ને તબીબ દ્વારા મૃત જાહેર કર્યા હતા, અને ઘટના ની જાણ થતા ત્યાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને આ ઘટના સબબ તમામ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!