Viral video

બોલિવુડના આ સુપરસ્ટારે પરિવાર સાથે પહોંચ્યા સાળંગપુર ધામ! શ્રી કષ્ટભંજન દેવના ચરણે ઝૂકાવ્યું શીશ…જુઓ વિડીયો

ગુજરાતનું અતિ પાવનકારી ધામ એટલે સાળંગપુર (Salngpur) જ્યાં કષ્ટભંજન દેવ હાજરાહજૂર બિરાજમાન છે એટલે જ કહેવાય છે કે કષ્ટભંજન દેવ (Shree kasht bhajan dev)સત્ય છે. આપણે જાણીએ છીએ કે સાળંગપુર ધામની મુલાકાત અનેક લોકપ્રિયકારો કલાકારોએ પણ લીધી છે, ત્યારે ફરી એકવાર હાલમાં જ બોલીવુડના સુપર સ્ટાર હિમેશ રેશમિયાએ પરિવાર સાથે સાળંગપુર ધામની (Himesh reshmiya visit salngpur) મુલાકાત લીધી હતી. હાલમાં ઇન્સ્ટાગ્રામમાં હિમેશ રેશમિયાની રિલ્સ વાયરલ થઈ રહી છે.

વાત જાણે એમ છે કે, જૂન મહિનામાં હિમેશ રેશમિયા પણ પરિવાર સાથે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન ( Hanumanji Temple )મુલાકાતે પહોંચ્યા હતા.હિમેશ રેશમિયા પરિવાર સાથે સાળંગપુર ધામના દર્શન કર્યા હતા તેમજ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી જેમાં ખાસ કરીને.૫૪ ફૂટ મૂર્તિ માં દર્શન કર્યા હતા તેમજ મંદિરના કોઠારી સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતા.

 

હિમેશ રેશમિયા અતિ ધાર્મિક છે અને તેઓ ભક્તિવાન (Devtional) પણ છે.મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ તેમને દાદાની મૂર્તિ તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું તેમજ રેશમિયાએ દાદાના દર્શન પોતાના પરિવાર સાથે કર્યા હતા. હિમેશ રેશમિયા આની પહેલા ૧૬ માર્ચ ૨૦૨૨ના રોજ પોતાના પરિવાર(Family) સાથે દર્શન કરવા માટે આવ્યા હતા. ફરી એકવાર જ્યારે તેઓ સાળંગપુર આવ્યા છે, ત્યારે ખરેખર એ તો ચોક્કસ કહી શકાય કે હિમેશ રેશમિયા કષ્ટભંજન દેવાના પરમ ભક્ત છે.

હિમેશ રેશમિયા પરિવાર સાથેના દર્શન હાલમાં સોશિયલ મીડિયામાં  વાયરલ પણ થયા હતા અને હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં (Social media)એક રિલ્સ વાયરલ થઈ રહી છે, આ રિલ્સમાં જોઈ શકો છો કે હિમેશ રેશમિયાએસાળગપુરમાં સ્વામીજી સાથે સાળંગપુરના અન્ય સ્થાનોની પણ ખાસ મુલાકાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!