વધારે દુધ આપવાનો રેકોર્ડ આ ભેસના નામે હતો ! દુધ વેંચી લાખોની કમાણી કરતો માલિક છતા 51 લાખ મા વેંચી દીધી કારણ કે…
ગાય અને ભેંસને લઈને આપણે અનેક એવી અવનવી વાતો સાંભળતા હોઈએ છીએ.જેમાં મુખ્યત્વે વધારે દૂધ આપનાર અતિ કિંમતી ગાય અને ભેંસનીની વાતો વધારે સાંભળવા મળે છે. હાલમાં જ એક પશુપાલક પોતાની ભેંસ 51 લાખમાં વેચી દીધી. આ ભેંસ વેચવાનું કારણ જ્યારે તમેં જાણશો તો ચોકી જશો. ખરેખર કોઈ અતિ અમૂલ્ય અને વર્લ્ડ રેકોર્ડ ધરાવતી ભેંસ કંઈ રીતે વેચે શકે તે વાત માનવામાં ન આવે.
ચાલો અમે આપને વધુ માહિતી જણાવીએ કે, આખરે બનાવ શું બન્યો. મહત્વની વાત એ છે કે, ખેડૂત સુખબીરનું જણાવેલ કે, તેમણે આ ભેંસ એટલા માટે વેચી કારણ કે તેમને તેની ચોરી થવાનો ભય હતો અને બસ આ જ કારણે ભેંસ વેચી.આ ભેંસ તે સમયે ચર્ચામાં આવે હતી જયારે તેમણે 33.131 કિલોગ્રામ દૂધ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 32.050 કિલોગ્રામ દૂધ આપનારી પાકિસ્તાની ભેંસને આ ભેંસે હરાવી હતી.
આ ઘટના બાદ આ ભેંસ પ્રથમ નંબરે આવેલ.એટલું જ નહિ વિજેતા ભેંસના માલિક સુખબીરને બે લાખનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.લગભગ ચાર વર્ષ પહેલા ખેડૂત સુખવીરે સરસ્વતીને બરવાળાના ખોખા ગામના રહેવા વાળા ખેડૂત પાસેથી ખરીદી હતી. તેના પછી સરસ્વતી ઘણા બાળકોને જન્મ આપી ચુકી છે. ખેડૂત સુખબીર સરસ્વતીનું દૂધ અને સીમનને વેચીને મહિનાના એક લાખથી વધારે કમાણી કરી લેતા હતા.
ભેંસ વેચવા અનેક ગામો થી ખરીદારો આવ્યા હતા અને સમારોહમાં રાજસ્થાન, યુપી, પંજાબના લગભગ 700 ખેડૂત જોડાયેલા હતા. સરસ્વતી પર સૌથી ઉંચી બોલી લગાવવા વાળા લુધિયાણાના પવિત્ર સિંહે તેને 51 લાખ રૂપિયામાં ખરીદી. ભેંસ સરસ્વતીએ 29.31 કિલો દૂધના હિસાબથી પહેલો પ્રાઈઝ જીત્યો હતો. હિસારમાં થનારી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બફેલો રિસર્ચના કાર્યક્રમમાં 28.7 કિલો દૂધ આપીને સરસ્વતી ટોપર રહી. તેમજ હરિયાણા પશુધન વિકાસ બોર્ડની સ્પર્ધામાં 28.8 કિલો દૂધનો રેકોર્ડ બનાવ્યો હતો. ખરેખર આ પશુ પાલક શા માટે ભેંસ વેચી દીધી બહુ મોટી વાત છે.