ખ્યાતનામ ગુજરાતી અભીનેત્રી પર લાગ્યા ગંભીર આરોપો ! યુવકે ફરિયાદ નોંધાવવા કહ્યુ કે મારી પાસે થી 7 લાખ…
આજના સમયમાં સોશિયલ મીડિયાનો યુઝ કરવામાં ખૂબ જ સાવેચત રહેવું જોઈએ કારણ કે, અનેક ગંભીર ઘટનાઓ બને છે. હાલમાં જ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં છેતરામણીનો કેસ નોંધાયો છે અને સૌથી મહત્વની વાત એ છે કે, આ કેસમાં આરોપી એવી વ્યક્તિ છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. અત્યાર સુધી તમે જાણ્યું હશે કે, આરોપીઓમાં આવારતત્વ સામેલ હોય પરંતુ ગુજરાતની ખ્યાતનામ અભિનેત્રીએ એક સામાન્ય યુવાનને છેતરીને 7 લાખ રૂપિયા પડાવી લીધા છે એવા ગંભીર આરોપો લાગ્યા છે
આ ઘટના દરેક યુવાનો માટે ખૂબ જ ચોંકાવનારી અને સાવચેત રહેવા જેવો કિસ્સો છે. યુવાનો યુવતીઓના ચક્કરમાં બધું જ ભૂલીને તેમના દિવાના થઈ જતા હોય છે. આમ પણ કહેવાય છે ને કે, વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે ત્યારબાદ તે આંધળો થઈ જાય છે. તેના માટે શુ ખોટું છે અને શું સાચું છે એના વિશે એને કોઈ જાણ જ નથી રહેતી. આ યુવાન સાથે પણ એવું જ બન્યું છે. અત્યાર સુધી યુવકો યુવતિઓને પ્રેમનાં બહાને છેતરતા હોય છે પણ ગુજરાતની પ્રખ્યાત અભિનેત્રી પર છેતરવાનો આરોપો લાગ્યો છે, ત્યારે આ ઘટના વિશે વિસ્તુત માહિતી જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ધનુસરા ગામના યુવાને ગુજરાતી ગીતોનાં આલ્બમની અભિનેત્રી યશ્ચિ પટેલ પર છેતરામણી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. યુવકે ફરિયાદમાં જમાવ્યું કે, 9 મહિના સુધી પ્રેમ સંબંધ રાખીને મારી પાસેથી 7 લાખ રૂપિયા પડાવી લીધા. તેમજ યશ્વી અને તેણીની માતા લગ્ન કરવાનું વચન આપ્યું હતું. બાદમાં તેને માલુમ પડ્યું હતું કે, યશ્વી અને તેનો પરિવાર તેને છેતરી રહ્યો છે.
યુવકની અભિનેત્રી સાથે કંઈ રીતે મુલાકાત થઈ તે અંગે જાણીએ તો ધનસુરાનાના જીગ્નેશ પટેલ નામના યુવકને ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતી આલ્બમની અભિનેત્રી યશ્ચિ પટેલ સાથે મિત્રતા થઈ હતી ત્યારે બાદ યુવક જીનેશ પટેલ અભિનેત્રી યશ્વિ પટેલના પરિવારને મળ્યો હતો અભિનેત્રીએ યુવકને “તને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી સાથેજ કરીશ” તેવું કહીને પ્રેમ જાળમાં ફસાવી લીધો.
અભિનેત્રી એ યુવક સાથે પ્રેમસંબંધ રાખ્યા પછી શોપીંગના બહાને, ફી ભરવાના બહાને, પપ્પા બીમાર છે તેવું કહી યુવક પાસેથી આ અભિનેત્રીએ 7 લાખ રૂપિયા પડાવી લીધા એવું યુવકે ફરિયાદમાં નોંધાવેલ. વાત જાણે એમ છે કે, જ્યારે અભિનેત્રીની પૈસાની માંગણીઓ વધી ગઈ ત્યારે યુવકે માંગણી પુરી કરવાનું બંધ કરાતા યુવતી એ સંપર્ક બંધ કરી દીધો.આ કારણે યુવકને આખરે જાણ થઈ ગઈ કે, યુવતી તેની સાથે પ્રેમનું નાટક કરીને છેતરી લીધો છે.
જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે અગાઉ ડિપ્રેશનના કારણે જિનેશ સ્યુસાઇડ કરવા નીકળ્યો હતો પણ આખરે યુવકે હિંમત ભેર સાથે ગામજનો અને યુવાનો સાથે મળીને ધનસુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ અભિનેત્રી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અભિનેત્રી આ કામમાં પરિવાર પણ સંડોવાયેલો છે તેવુ યુવક નુ કહેવુ છે હવે આગળ પોલીસ તપાસ શરૂ કરશે ત્યારે હકીકત સામે આવી શકે છે.