2022 ની બાબા વેંગાની આ ભવિષ્યવાણી પડી હતી સાચી, શું 2023માં આવી ભયાનક આફતો…
વર્ષ 2022 હવે વિદાય લઈ રહ્યું છે અને 2023 ટુંક સમયમાં આવી રહ્યું છે. ખરેખર કહેવાય છે કે, પરિવર્તન સંસારનો નિયમ છે. દરેક વર્ષ આવે છે ત્યારે કંઈક બદલાવ લઈને આવે છે. વર્ષ 2020 અને 2021 આપણા સૌ માટે ખરાબ સાબિત થયેલ. આ જે ઘટના ઘટી તે અંગે બલ્ગેરિયામાં બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી.
બલ્ગેરિયામાં બાબા વેંગા એક મહિલા ફકીર હતા. 12 વર્ષની ઉંમરમાં આંખોની રોશની ગુમાવી દીધી હતી, ત્યારપછી ભવિષ્યવાણી કરવાની શરૂઆત કરી હતી. એમનું મોત 11 ઓગસ્ટ, 1996ના રોજ થયુ હતુ, પરંતુ એમને સન 5079 સુધી ભવિષ્યવાણી કરી છે અને તેમની દરેક ભવિષ્યવાણી સાચી પડી છે. તેમણે કરેલ ભવિષ્યવાણી જાણીએ તેમજ આવનાર 2023નાં વર્ષ માટે તેમને શું કહ્યું તે અંગે પણ જાણીશું.
બાબા વેંગાએ વર્ષ 2020માં વાયરસના હુમલા, એલિયનના હુમલાની સાથે ભુખમરાની ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી. તમને જણાવી દઇએ ડિસેમ્બર 2019માં ચીનના વુહાનથી કોરોના વાયરસની શરૂઆત થઇ હતી જેનો પ્રકોપ વિશ્વભરના તમામ દેશોમાં ફેલાયો હતો. એલિયન પૃથ્વી પર હુમલાની તૈયારીઓ કરે છે. ભારતમાં ભુખમરાનું સ્તર વર્ષ 2020માં 107 દેશોમાં 94માં સ્થાન પર હતું. હવે 116 દેશોમાં આ 101માં સ્થાન પર આવી ગયુ છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023માં બાળકો લેબમાં વિકસીત થશે. આ સાથે જ માતા-પિતા જ એમના બાળકોને જેન્ડર અને રંગ નક્કી કરી શકશે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે કોઇ દેશ જૈવિક હથિયારથી લોકો પર હુમલો કરી શકે છે. આ હુમલામાં હજારો લોકો મૃત્યુ થઇ શકે છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2023માં એશિયા મહાદ્રીપમાં કોઇ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં ધડાકો થઇ શકે છે. આ ધડાકાની અસર ભારત પર પણ થઇ શકે છે.