Gujarat

કચ્છના કડવા પાટીદાર સમાજના યુવાનો સમૂહલગ્નમાં ફેશનેબલ દાઢી પ્રિ-વેડિંગ જેવા દુષણોનો કરશે બહિષ્કાર, જાણો વિગતે

આજના સમયમાં યુવાનો ખોટી ફેશનને ફોલો કરી રહ્યા છે તેમજ આપણા રીતિ રિવાજને ભૂલીને વેસ્ટન કલ્ચરને અપનાવી રહ્યા છે, ત્યારે આપણી સંસ્કૃતિ અને પરંપરા જોખમમાં મુકાઇ શકે છે, હાલમાં જ કચ્છના કડવા પાટીદારે ખૂબ જ ઉમદા નિર્ણય લીધો છે, જેના કારણે તેમની ચારેકોર વાહ વાહ અને વખાણ થઈ રહ્યા છે. સમાજના આ નિણર્ય દ્વારા સમાજના અનેક લોકોને પ્રેરણા મળશે. ચાલો અમે આપને જણાવી કે આખરે પટેલ સમાજે શું નિર્ણય લીધો.

હાલમાં ચારે તરફ લગ્નની શરણાઈઑ વાગી રહી છે, ત્યારે અનેક સમાજમાં લગ્ન અને સમૂહ લગ્ન યોજાય છે, ત્યારે કચ્છ ખાતે પણ અખાત્રીજના શુભ દિવસે કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, આ સમૂહ લગ્નમાં સમાજના યુવાનો મહત્વનો સંકલ્પ લેશે.તમામ યુવાનો ફેશનેબલ દાઢી અને પ્રી વેડિંગ જેવા દુષણોને પ્રતિબંધિત કરાશે.

સૌથી ખાસ વાત એ કે, આજે સમાજનો સૌથી મોટો દુશમન વ્યસન છે. વ્યસનના કારણે અનેક લોકોનું જીવન બરબાદ થાય છે, જેથી આ સમૂહ લગ્નમાં એક મહત્વનો નિર્ણય એટલે કે વ્યસનમુક્તિનો પણ હશે. જેથી કરીને સમાજના દરેક યુવાનો સ્વસ્થ અને સારું જીવન જીવી શકશે આજના સમાજમાં આવો નિર્ણય દરેક સમાજ માટે પ્રેરણા સમાન છે.

અખાત્રીજના શુભદ દિવસે સમાજણ તમામ યુવાનો એકી સાથે ફેશન અને વ્યસન મુક્ત રહેવા માટે સંકલ્પ લેશે, જેથી સમાજમાં એક નવો દાખલો બેશશે અને સમાજના યુવાનો એક સાચી દિશામાં વળશે. કચ્છ ખાતે કડવા પાટીદારના આયોજિત આ સમૂહલગ્નોત્સવમાં 22 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. ખરેખર કચ્છના કડવા પટીદાર સમાજે વખાણવા લાયક કાર્ય કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!