નર્ક મા પગ મુકી આ યુવક પાછો આવ્યો અને જણાવી સમગ્ર હકીકત કે કેવુ હતુ ઉપર.
દરેક વ્યક્તિ આ સૃષ્ટિમાં જન્મ લે છે, ત્યારે તેનું મૃત્યુ નક્કી જ હોય છે ત્યારે તે સ્વર્ગમાં જશે કે, નર્ક તે પણ નક્કી થઈ જતું જ હોય છે અને આપણા કર્મોની આધીન માણસ ને ક્યાં વાસ મળે તે નક્કી થતું હોય છે, ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જે વ્યક્તિ જીવતો નર્ક અને સ્વર્ગની અનુભુતી કરી આવ્યો. એક સમય આ માણસ ખૂબ જ નાસ્તિક હતો અને આજે તે ચર્ચનો પાદરી બની ગયો છે અને તેનું વ્યક્તિત્વ પણ બદલી ગયું છે
યુગાન્ડાનો એક યુવાન ખૂબ જ નાસ્તિક સ્વભાવનો હતો એને જીજીસ ઉપર કે સ્વર્ગ અને નર્ક કંઈ પણ વિશ્વાસ ન હતો અને એવું માનતો હતો કે, આ જીવનમાં જે પણ કંઈ છે તેને માણી લો અને આનંદ કરી લો. જ્યારે તે સ્કૂલમાં હતો ત્યારે આજ કારણે તેના સર તેને બહાર કાઢી મુક્યો જ્યારે તેને જીજીસ ન હોવાનું માન્યું અને કહ્યું કે જીવનમાં ગોડ ન લીધે જ મુશ્કેલીઓ આવે છે.
આ ઘટના બાદ તે ખૂબ ક્રૂર બની ગયો અને દરેક જાતનું વ્યસન કરવા લાગ્યો અને એક દિવસ એવું બન્યું કે વધુ પ્રમાણમાં કોકેઇન નું સેવન કરતા તેના હાર્ટ બીટ વધી ગયા અને તેની આત્મા શરીરમાંથી બહાર નિકડી ગઈ અને તેને અહેસાસ થયો કે તે બ્લેક હોલમાં થી પસાર થઈ રહ્યો છે. અને તે હતું બ્રહ્માડમાંથી સ્વર્ગ અને નર્કના જવાનો રસ્તો.
આખરે તેને જોયું કે જમ તેને એક આગમાં નાખી દીધો અને તેને અહેસાસ થયો કે આ બધા તેના કર્મનું ફળ મળી રહ્યું છે, ત્યારે તેને જીજીસને દિલથી પ્રાર્થના કરી અને કહ્યું કે મને આ દર્દમાંથી ઉગારો હું અફસોસ અનુભવું છું ત્યારે જીજીસ હાથ લંબાવ્યો અને તેને હાથ આપી ને ઉગારી લીધો ત્યારબાદ તેને સ્વર્ગની અનુભૂતિ કરાવીને જીજીસ કહ્યું હું.
તને તારા હાર્ટબીટ પાછા આપું છું ત્યારે એ વ્યક્તિ ફરી તેના શરીરમાં પ્રવેશ કરે છે અને આખરે તેનું વ્યક્તિત્વ બદલાઈ ગયું અને તે નાસ્તિકમાંથી આસ્તિક બની ગયો અને ધર્મનો પ્રચાર કરવા લાગ્યો અને તેનું નૂર અને તેજ બદલાઈ ગયું.
આવા અનેક કિસ્સાઓ તમને ગૂગલ પર મળશે જે વ્યક્તિને નર્ક અને સ્વર્ગનો અનુભવ થયો હોય.