પરણિત મહિલા યુવકને પ્રેમજાળમાં ફંસાવીને યુવક પાસે પૈસાની વારંવાર માગ કરતા યુવકે જીવન ટૂંકાવ્યું.
લગ્ન જીવનમાં પણ અનેક વખત છેતવણી થાય છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક વખત આવા બનાવ બહાર આવતા હોય છે, જેમાં આવી ઘટના બનતી હોય છે કે, લગ્ન બાદ યુવતી પૈસા અને દાગીના લઈને ફરાર થઇ જાય છે તેમજ પ્રેમજાળમાં ફસાવવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ખરેખર આવા જ બનાવમાં કોઈક નો ક્યારેક જીવ પણ જતો રહે છે. આજે અમે આપને જણાવીશું કે, કંઈ રીતે એક યુવકે પોતાની જ પ્રેમિકાના લીધે પોતાનું જીવન ટુંકાવ્યું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં જ નડિયાદમા દુઃખદ ઘટના ઘટી જેમાં યુવકને પરિણીતા સાથે પ્રેમ કરવો તેના જીવનની સૌથી ખરાબ ઘટના બની. વાત જાણે એમ છે કે, યુવતીએ તેના પતિ અને અન્ય એક શખ્સ સાથે મળી યુવક પાસેથી પૈસા કઢાવતા હતા અને વારંવાર પૈસાની માંગને કારણે કંટાળેલા યુવાને આત્મહત્યા કરી લીધાનો મામલો સામે આવ્યો છે. મૃતક યુવાન પાસેથી સ્યુસાઈડ નોટ મળતા પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
વાત જાણે એમ છે કે, 26 વર્ષીય યુવકને તેના જ વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતી સાથે પ્રેમ થઈ ગયો અનેબા સંબંધ બાદ યુવતીએ તેના પતિ સાથે મળી યુવક પાસેથી રૂપિયા 1 લાખ 80 હજાર લીધા છતાં પૈસાની ભૂખ સંતોષાય નોહતી એટલે મહિલા વારંવાર પૈસા માંગવા લાગી અને બસ આ જ કારણે દબાણ કરતા યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી દીધી છે. આત્મ હત્યા કરતા પહેલા બે પાનામાં લખેલ સુસાઇડ નોટમા વાત જણાવી છે.
મૃતકના ભાઈ અને માતા નોકરીએ ગયા હતા. ત્યારે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ તેના પરિવારના લોકોને થતાં તેઓ વિશાલને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ દોડ્યા હતા. જે બાદ ત્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ અને ત્યાંથી આજે સવારે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. જે દરમિયાન વિશાલનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, ત્યારે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.