ITના અભ્યાસ કરતા પટેલ યુવાને શરૂ કરી દહીં ભલ્લાની લારી! માત્ર ચાર કલાકમાં કમાઈ છે આટલા રૂપિયા…. ‘
કહેવાય છે ને કે, એક એન્જીનીયર ધારે તો કઈ પણ કરી શકે છે. આજે અમે આપને એક એવા જ યુવાન વિશે જણાવશું જેને આઈ.ટીનો અભ્યાસ કર્યા છતાં પણ આજે દહીં ભલ્લાની લારી ચલાવે છે અને માત્ર ચાર કલાકમાં ચાર હજાર કમાઈ લે છે.
ચાલો અમે આ યુવાનની સફળતા વિશે જણાવીએ.
દિવ્યભાસ્કારના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, દિલ્હીના ફેમસ દહીં ભલ્લા અમદાવાદમાં માણી શકશે.મૂળ પાટણના IT એન્જિનિયરે નારણપુરા વિસ્તારમાં દહીં ભલ્લાની લારી શરૂ કરી છે. અભિનેતા વરુણ ધવન અને કાર્તિક આર્યને વ્રજ પટેલને શુભેચ્છા પાઠવી છે અને અહીં દહીં ભલ્લા ખાવા આવવાનું પ્રોમિસ પણ આપ્યું છે.
લારી શરૂ કરનાર વ્રજ પટેલ બપોરે 4 વાગ્યે લારી શરૂ કરે છે અને સાંજે 7-8 વાગ્યા સુધી દહીં ભલ્લાની 80થી વધુ અલગ અલગ પ્લેટ વેચે છે, જેમાંથી તે એક દિવસે 4 હજાર રૂપિયાની કમાણી કરે છે.આ યુવાન પાટણના રણોજ ગામનો રહેવાસી છે અને તેને ITમાં ઓછો રસ હતો, પણ મારા પપ્પાના કહેવાથી ભણ્યો હતો પણ તેને કાંઈક અલગ જ વિચાર હતો.
આજથી છ મહિના પહેલા તે અમદાવાદમાં આવી ગયો અને તેના જન્મદિવસે જ નારાણપુરા વિસ્તારમાં વડાપાઉં વેચ્યા, જેમાં સમયના અભાવના કારણે તે બંધ કર્યું. યુટ્યૂબમાં દહીં ભલ્લાની રેસિપી ધ્યાનમાં આવી, જે અમદાવાદમાં સાવ ઓછી જગ્યાએ મળતી હોવાથી 21-6-2022ના દિવસે નારાણપુરા વિસ્તારમાં દહીં ભલ્લાની લારી શરૂ કરી હતી.”