જસદણના યુવાને ભંગારમાંથી અનોખુ ઈ બાઈક બનાવ્યુ! ખાસિયતો જાણી ચોકી જશો
કહેવાય છે ને કે, યુવાપેઢી આવતીકાલનું ભવિષ્ય છે. આ વાર તદ્દન સત્ય છે કારણ કે, આજના સમયમાં એવી ઘણી બાબતો આપણી સામે આવતી હોય છે, જે યુવાનોના કૌશલ્ય અને તેમના ઉત્તમ વિચારોને સાબીત કરે છે. વ્યક્તિ ધારે તો કંઈ પણ અશક્ય કાર્ય ને પણ શક્ય બનાવી શકે છે અને તેના માટે આત્મવિશ્વાસ અને અથાગ પરિશ્રમની જરૂર છે.હાલમાં જ રાજકોટ જિલ્લાનાં જસદણ ગામના યુવાને ઇ બાઇક બનાવી ને આજના તમામ યુવાનો માટે ઉત્તમ ઉદ્દાહરણ બન્યો છે.
આજના સમયમાં હવે ઇ વાહનોની બોલબાલા છે અને આવતા સમયમાં પણ મુખ્યત્વે રોડ પર ઇ વાહનો દોડતા શરૂ થઈ જશે.
આ યુવાને પોતાની આવડત દ્વારા એક ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. ભાવિન કવૈયા નામના યુવકે ભંગારમાંથી જરૂરી પાર્ટસની ખરીદી કરીને થ્રેસર,ટ્રેક્ટરની ટ્રોલી અને પટારા ઉદ્યોગ માટે જાણીતા જસદણમાં ઈ-બાઈકના પ્રોડ્કશનની નવી શરૂઆત કરી છે. જાતે જ ડિઝાઈન કરીને બનાવેલી ઈ-બાઈક લિથિયમ બેટરીની મદદથી 3 કલાક સુધી પ્રતિ કલાક 80 કિમીની સ્પીડ આપે છે.
માત્ર 50-60 હજારની કિંમતે ટેઈલર મેઈડ ફીચર સાથે બાઇક બનાવી શકીએ છીએ. આ ગાડી દેખાવમાં પણ એટલી જ શાનદાર છે કે, જોતા જ આ ગાડી ખરીદવાનું મન થઈ જાય.
ભાવિન કવૈયાએ આઈ.ટી.આઈ-જસદણમાંથી વર્ષ 2019માં કોમ્પ્યુટર ઓપરેટર અને વર્ષ 2020માં મિકેનિકલ ડીઝલનો કોર્સ કર્યો છે. ઘણા સમયથી ઈ-બાઈકનો વિચાર હતો. કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થતાં આ સમયના સદુપયોગના ભાગરૂપે મેં જાતે જ મારા બાઈકની ડિઝાઈન તૈયાર કરી. યુવકનાં પિતા ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. તેમના તરફથી ખૂબ જ મદદ મળી છે.
ઈ-બાઈક સંપૂર્ણ ચાર્જ થયા બાદ ત્રણ કલાક સુધી પ્રતિ કલાક 80 કિમીની સ્પીડ આપે છે. એમાં ત્રણ પ્રકારની ગિયર સિસ્ટમ છે. મારી બાઈક સંપૂર્ણપણે વોટરપ્રૂફ છે. સમગ્ર ચોમાસાના 4 મહિના દરમિયાન બાઈક ક્યારેય બંધ નથી થઈ. એમાં એન્ટી થેફ્ટ સિસ્ટમ લગાવેલી છે, જેથી બાઈક ચોરી કરવાની કોઈ કોશિષ કરે તો તરત ખબર પડી જાય.
ઈ-બાઈકના પ્રોડક્શન માટે અન્ય કોઈ સંસ્થાની મદદ મળશે તો નજીકના સમયમાં જ પ્રોડક્શન ચાલુ કરીને જસદણ વીંછિંયા વિસ્તારના યુવાઓને રોજગારી પૂરી પાડવાનો મેં સંકલ્પ કર્યો છે. ઈ-મોપેડ કે ઈ-સ્કૂટર પ્રકારનાં વાહનો 75-80 હજારની કિંમતે માર્કેટમાં મળે છે અને ઈ-બાઈકની કિંમત રૂ.1 લાખથી વધુ હોય છે. આજ ઈ-બાઈક અમે માત્ર 50-60 હજારની કિંમતે ટેઈલર મેઈડ ફીચર સાથે બનાવી શકીએ છીએ.