Gujarat

સબ-ઇન્સપેક્ટર ની તૈયારી કરતા યુવાને જન્મદિવસ એક દિવસ પહેલા કરી આત્મહત્યા! 15 દિવસ પહેલા સગાઈ કરી થઈ હતી ને આ પગલું ભર્યું.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, પ્રતિદિન આપણે સમાચારોના માધ્યમ થી જાણવા મળતું હોય છે કે, વ્યક્તિઓ પોતાના જીવન થી હારીને આત્મહત્યા કરતા હોય છે. ખરેખર કંઈ પણ પગલું ભરતા પહેલા આપના પરિવારનું પણ વિચારવું જ જોઈએ. જીવનમાં ઘણા એવા વ્યક્તિઓ છે જેમને જીવનમાં અનેક સપનાઓ હોવા છતા પણ આવું પગલું ભરી લેતા હોય છે. હાલમાં જ મધ્યપ્રદેશમાં એક યુવાન જન્મદિવસના 1 દિવસ પહેલા જ આત્મહત્યા કરી.

સૂત્ર દ્વારા હાલમાં જ જાણવા મળ્યું હતું કે, મધ્યપ્રદેશના ગુના જિલ્લામાંથી એક યુવકે તેના જન્મદિવસના એક દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. તમને જાણી ને નવાઈ લાગશે કે આ યુવાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો અને તેનું સપનું હતું કે તે પોલીસમાં જાય.પરંતુ જીવમમાં મળતી અસફળતાને કારણે આ યુવાન પોતાનું જીવન ટુકાવ્યું હતું અને તેમના મિત્રોને પોતાના મુત્યુ નું કારણ જણાવ્યું હતું.

આ યુવાનનાં પરિવારમાં તો શોક છવાઈ ગયો પરતું તેની મંગેતર ઉપર જાણે આભ ફાટી પડ્યું હતું. હજુ તો 15 દિવસ પહેલા જ યુવાનની સગાઈ થઈ હતી. આ ઘટના બનતા સૌ કોઈ શોકમાં છવાઈ ગયા હતા. જીવનમાં ક્યારેય આવું પગલું ન ભરવું જોઈએ. અસફળતા એજ સફળતાની ચાવી છે. જીવનમાં સુખ દુઃખ એ તો એક સિક્કાની બે બાજુ છે. આ યુવાન જે પગલું ભર્યું એનું કારણ તેમના મિત્રો જાણતાં હતા.

સત્ય રઘુવંશી નામના 35 વર્ષના યુવકે ગોપીસાગર ડેમમાં કૂદીને મોતને ભેટી લીધી અને પરિવાર વિચાર્યું નહિ હોય કજે દિવસે તે તેના પુત્રનો જન્મદિવસ ઉજવશે, તે તેના અંતિમ સંસ્કાર કરશે. સબ ઇન્સ્પેકટર બનવા માટે આ યુવાન ઘણી પરીક્ષાઓ આપી હતી, પણ તેને ક્યાંય નોકરી મળી નહોતી. તેણે ચાર વખત SI ની પરીક્ષા આપી હતી, તેને શિક્ષક ભરતી પરીક્ષામાં 120 ગુણ મળ્યા હતા.

જીવનમાં અસફળતા બદલ પોતાનેદોષિત માનતો હતો, હું કંઇ કરી શકતો નથી અને તેને સગાઈ નોહતી કરવી પણ આખરે પરિવાર નું માન રાખવા કરી હતી અને આખરે તેને પોતાનું જીવન ગુમાવી જ દીધું. ભગવાન આ યુવાનની દિવ્ય આત્માન શાંતિ આપે એજ પ્રાર્થના કરીએ અને આ ઘટના પરથી દરેક વ્યક્તિ શીખ લેવી જોઈએ કે જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે અને અસસફળતાનો સામનો કરવો પડે પણ હતાશ થઈને આવું પગલું ન ભરવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!