GujaratViral video

ચંદ લાઈકો માટે યુવકે લગાવી દીધી જીવની બાજી ! અમદવાદ રિવરફ્રન્ટ પરથી સ્ટન્ટ બાઝી કરતા કરતા નદીમાં ભૂસકા લગાવ્યા…જુઓ વિડીયો

હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે તમે જોયું હશે કે નાના બાળકોથી લઈને અમુક તો મોટી ઉંમરના લોકો પણ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર આવા વિડીયો અપલોડ કરતા હોય છે જેથી તેમાં અમુક લોકો સારા વિડીયો બનાવતા હોય છે જયારે અમુક લોકો આપણને હસાવનારા વિડીયો બનાવતા હોય છે, પરંતુ આજે અમે કોઈ ટેલેન્ટ કે સારો વિડીયો નહીં પરંતુ જીવ અઘ્ધર કરી દેતો વિડીયો વિશે વાત કરવાના છીએ.

તમે જોયું જ હશે કે લોકો ફેમસ થવા માટે હાલ કેટલી હદો પાર કરે છે, કોઈક વ્યક્તિ જાહેર રસ્તા પર કારથી અથવા તો બાઈક લઈને સ્ટન્ટ કરતો હોય છે તો કોઈક બીજો કોઈ એવો ચેડા કરીને વિડીયો બનાવતો હોય છે જેનાથી તે જલ્દીથી ફેમસ થઇ શકે. એવામાં ઇન્સ્ટાગ્રામ પર હાલ આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવક રિવરફ્રન્ટ પરથી સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યો છે.

વિડીયો વાયરલ થતા સૌ કોઈએ આ યુવક પર રોષ ઠાલવ્યો હતો જયારે અમુક લોકોએ તો એવી ચેતવણી પણ આપી હતી કે જલ્દીજ તને પોલીસ પકડીને માફી મંગાવશે. આ વિડીયો અમદાવાદ રિવરફ્રન્ટનો જ હોય તે અંગેની કોઈ પ્રકારની પુષ્ટિ અમારી વેબસાઈટ કરતી નથી. વાયરલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક દોડીને આવીને સ્ટન્ટબાઝી કરતા કરતા જ સાબરમતી નદીની અંદર ભુસ્કો લગાવી દે છે.

જયારે વીડિયોમાં બીજો એવો પણ સીન દેખાય છે જેમાં તે નદીની ગ્રીલ પર ઉભા રહીને બેકફ્લિપ લગાવી રહ્યો છે, જો કદાચ આ યુવક ડૂબવા મંડ્યો હોટ તો કોણ તેનો જીવ બિછાવેત ? ફક્ત ચંદ લાઈકો માટે યુવકે કરેલ આવા કામની હાલ સૌ કોઈ અવગણના કરી રહ્યું છે. હવે જોવાનું એ રહી ગયું કે આ યુવક વિરુદ્ધ હવે શું એક્શન લેવાશે.

 

View this post on Instagram

 

A post shared by THE FACT BULLETIN (@factbulletinnews)

નોંધ::વાયરલ થઇ રહેલ આ વિડીયોની હકીકતની પુષ્ટિ અમારી વેબસાઈટ “ગુજરાતી અખબાર” કરતું નથી, આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!