India

આ ક્રિકેટ ચાહકને હવે શું કેહવું ? ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મેચ હારી ગયું તો ભરી લીધું આ ગંભીર પગલું, જાણો ક્યાંની ઘટના છે?

19 નવેમ્બર 2023 આ તારીખ તો મિત્રો આપણને હંમેશા માટે યાદ જ રહી જવાની છે કારણ તમને સૌ કોઈને ખબર જ છે, તમામ લીગ મેચોમાં અજય રહેલી ટિમ ઇન્ડિયાનો ફાઇનલ મેચમાં એટલી ખરાબ રીતે હાર મળી કે દરેક ભારતીય ફેનને તો આંચકો લાગ્યો જ હતો જયારે ટીમના તમામ પ્લેયરો પણ ફિલ્ડ પર પોતાના આંસુ રોકી શક્યા હતા નહીં.

એવામાં હાલ ભારતના એક શહેરમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના હાલ સામે આવી છે જેમાં એક યુવકને ભારતની હારનું એટલું વધારે દુઃખ લાગ્યું હતું કે તેને પોતાના જ જીવનનો અંત આણી નાખ્યો હવે તમે આ મામલા પરથી જ વિચારી લ્યો કે આ યુવક ક્રિકેટનો કેટલો મોટો રસિયો હશે, પણ તો પણ જો ક્રિકેટના તમે ગમે તેવા રસિયા હોવ પણ ગેમમાં તો હાર જીત રહેતી જ હોય છે,પણ તેનું દુઃખ લગાડાય પરંતુ એટલું બધું પણ નહીં કે તમે પોતાનો જીવ જ આપી દયો.

પરંતુ મિત્રો આવો કિસ્સો ભારતના પશ્ચિમ બંગાળના બાંકુંડા માંથી સામે આવ્યો છે જેમાં એક ક્રિકેટ ચાહકે ભારતને હાર મળતા ગળાફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી હતી, રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે ભારતની આવી કપરી હાર થતા યુવક હાર સહન કરી શક્યો નહીં અને ડિપ્રેશનમાં જતો રહ્યો હતો જેને લઈને તેણે આવું પગલું ભર્યું હોવાની વાત હાલ સામે આવી છે.

આ ઘટનાને લઈને પરિવારજનોને પણ પૂછતાછ કરવામાં આવી હતી જેમાં પરિવારજનોનું પણ એવું જ માનવું છે કે ભારતની હાર થતા રાહુલે ગળાફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી હતી, આ ઘટનાએ ખરેખર સૌ કોઈને હાલ ધ્રુજાવી જ દીધા છે, તમારું આ ઘટના વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!