Gujarat

વિદેશ મા સૌરિન પટેલ અને અંશુલ શાહ નામના બે મિત્રોના કરુણ મોત થયા ! ઘટના એવી બની કે જાણી ધૃજી જશો..

છેલ્લા થોડા સમય થી ગુજરાતીઓ ના કૉઈ કૉઈ ને રીતે મોત ના સમાચાર વિદેશ માથી સામે આવી રહ્યા છે ત્યારે કરી એક વખત બે ગુજરાતી યુવાન ના મોત ન્યુઝીલેન્ડ ના ઓકલેન્ડ મા મોત થયા ની પુષ્ટી થતા સમગ્ર ગુજરાત મા અરેરાટી મચી ગઈ છે જેમા અમદાવાદ ના બે યુવાન ના ઓકલેન્ડ ના દરિયા મા ડુબી જવાની ઘટના સામે આવી છે.

ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ટીવી મિડીઆ ના અહેવાલો મુજબ અમદાવાદ ના બે યુવાન નો ન્યુઝીલેન્ડ ના દરિયા મા ડુબી જવાને કારણે મોત થયું હતુ આ ઘટના 28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહનું મોત થયું છે. સૌરિન નયનકુમાર પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતા હતો.

આ ઘટના મા વધુ મા જણાવા મળલે કે સૌરિન અને અંશુલ બન્ને મિત્રો પેટ્રોલિંગ વિસ્તારની બહાર સ્વિમિંગ કરી રહ્યા હતા ત્યારે ડૂબવાની જાણ થતા બચાવ કર્મી ઓ દોડી ગયા હતા અને બચાવવા નો પ્રયાસ કરાયો હતો આ ઉપરાંત યુવાનો ને બચાવવા માટે હેલિકોપ્ટર ની મદદ પણ લેવામા આવી હતી પરંતુ બન્ને નો જીવ બચી શક્યો ન હતો.

આ ઘટના અંગે ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમનાં માતા-પિતાને જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા સપ્તાહના અંતમાં ઓકલેન્ડની આસપાસના દરિયામાં પાંચ લોકોનાં મોત થયાં છે. સમગ્ર ન્યુઝીલેન્ડમાં ડૂબવાથી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 10 પર પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!