GujaratViral video

સાળંગપુર વિવાદ : યુવકે ભાલા વડે ભીતચીત્રો તોડવાનો પ્રયાસ કર્યો… જુઓ વાયરલ વિડીઓ

સાળંગપુર વિવાદી ભીંતચિત્રો વિશે જો વાત કરવામાં આવે તો આ મામલો ધીરે ધીરે ગરમાતો હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે સંતો તથા મહંતોનો મોટો એવો કાફલો તથા મોટા મોટા સંતો મહંતો આ બાબતનો વિરોધ કરી રહ્યા છે એટલું જ નહીં પ્રખ્યાત ગાયક કલાકારો તથા લોક્સાહિત્યકારો પણ હાલ આ મેદાને આવ્યા છે, એવામાં હનુમાનજીની 54 ફૂટની પ્રતિમાની નીચે લગાવામાં આવેલ ભીંતચિત્રોમાં હનુમાનજી સહજાનંદ સ્વામીજીના દાસ તરીકે બતાવતા હાલ આ ભીંતચિત્રોને હટાવાની માંગ કરી છે.

હનુમાનજીના તો લોકો કેટલા આબધા વધારે ભક્ત હોય છે આથી જ ફક્ત સંત સમાજ કે મહંતો જ નહીં પરંતુ સામાન્ય લોકો જે હનુમાનજીના ખુબ મોટા એવા ભક્તો છે તેવા લોકો પણ આ બાબતનો ખુબ જોરદાર રીતે વિરોધ કરી રહ્યા છે, એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ ફરતો થતો જોવા મળી રહ્યો છે જેમાં એક શક્ષ વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરવાની ઘટના હાલ સામે આવી રહી છે.

આ વિડીયો વર્તમાન સમયની અંદર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં અનેક લોકો દ્વારા આ વ્યકિને સપોર્ટ કરી રહ્યા છે તો અનેક એવા લોકો છે જે આ વ્યક્તિના કાર્યને યોગ્ય નથી ગણાવી રહયા. હનુમાનજીની આ વિશાળકાય પ્રતિમાની નીચે લગાવામાં આવેલ ભીંતચિત્રોને લીધે આ ભક્તની લાગણી કેટલી બધી દુભાઈ હશે તે આ વિડીયો જોઈને જ ખબર પડી જશે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભક્તે આ ભીંતચિત્રો પર કાળો રંગ લાગાવીને પોતાની પાસે રહેલ હથિયાર વધે ભીંતચિત્રો પર હુમલો કરી દીધો હતો.

એવામાં ભક્ત આવું કરી રહ્યો હતો જે પોલીસના નજરે પડતા લોકો તરત દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા આ ભક્તની અટકાયત કરવામાં આવી હતી, સંતો મહંતો પણ આ વિવાદનો વિરોધ કરવા સાળંગપુર મંદિર પોહચી જતા પોલીસના મોટા કાફલાના ખડો કરી દેવામાં આવ્યો છે. હાલ તો આ વિવાદ વકર્યો છે કારણ કે પેહલા સાળંગપુર મંદિર બાદ બોટાદનું કુંડળધામની અંદર પણ આ પ્રકારની મૂર્તિઓ હતી જેમાં હનુમાનજી સહજાનંદ સ્વામીને ફળાઆહાર કર જોવા મળી રહ્યા હતા.

આવા અનેક ચિત્રો તથા ભાતચિત્રો તેમ જ અનેક મૂર્તિઓની તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી તથા લોકોનો રોષ વકર્યો છે, અનેક પ્રકારે હાલ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!