અમદાવાદ નો કિસ્સો ! ઘરે કોઈ નહોતું તો સસરા પુત્રવધુ ના બેડરૂમ મા પહોંચી ગયા અને કીધુ કે ” તુ મને સંબંધ નહી બાંધવા દે તો….
હાલ ના સમય મા અનેક એવી ઘટના ઓ સામે આવે છે જેમા કોઈ ને કોઈ સંબંધ લજવાતો હોય છે ખાસ કરી ને મોટા શહેરો મા આવી ઘટના ઓ અવારનવાર બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ શહેર માથી સામે આવી છે જેમા એક સસરા એ પોતાના પુત્રવધુ પર નજર બગાડી હતી અને અડપલા કર્યા હતા.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તાર મા આ ઘટના સામે આવી હતી જેમા એક મહીલા એ પોતાની સસરા વિરુદ્ધ જ ફરીયાદ દાખલ કરાવી હતી જેમા મહિલાનો આરોપ છે કે, તેના લગ્ન બાદ તેના સાસુ સસરા સાથે નાની મોટી બાબતે કર ઘર કંકાસ થતો હતો. પરંતુ મહિલા બધું સહન કરતી હતી. મહિલા જ્યારથી તેની સાસરીમાં આવી ત્યારથી જ તેના સસરા તેના પર ખરાબ દાનત રાખતા હતા. અને જ્યારે પણ મહિલા ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરા ખરાબ દાનત રાખીને તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. એક દિવસ તેના પતિ અને સાસુ નોકરી ઉપર ગયા હતા.
ત્યારે મહિલાના સસરા રસોડામાં રસોઈ બનાવી રહેલ પુત્રવધુ પાસે આવ્યા હતા અને તું બહુ જ સારું કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે અને તું થાકી ગઈ હોઈશ તો હોલમાં આવીને મારી પાસે બેસ. આમ કહીને સસરાએ પુત્રવધુ સાથે બીભત્સ વાતો શરૂ કરી. જોકે મહિલા તેના બેડરૂમમાં જતી રહેતા તેના સસરા પણ ત્યાં પહોંચ્યા હતા અને શારીરિક હડપલા કરવા જતા મહિલાએ તેને એક લાફો મારી દીધો હતો. તેના સસરાએ તેનું મોઢું હાથથી દબાવી ધમકી આપી હતી કે, તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશ.
જ્યારે મહીલા એ આ વાત તેના પતિ અને સાસુ ને પણ જણાવી હતી પરંતુ તેવો પણ આ વાત સાંભળવા કે ભાનવા તૈયાર નહોતા. ત્યાર બાદ પણ મહીલા સાથે શારીરિક અડપલા કરતા હતા અને સાસું પણ અવારનવાર મારજુડ કરતા હોવાથી મહીલા એ કંટાળી ને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરી હતી.